IPL 2018: હાર્દિક પંડ્યાના થ્રો પર ઘાયલ થયો વિકેટકિપર, મેદાન છોડી જવું પડ્યું બહાર
ઈશાન બહાર ગયા બાદ રિઝર્વ ખેલાડી આદિત્ય તારેને વિકેટ કિપિંગ માટે બોલાવવામાં આવ્યો હતો. તેણે મયંકની બોલ પર સરફરાઝ ખાનને સ્ટમ્પ આઉટ કર્યો હતો.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appબોલ વાગવાના કારણે ઈશાનની આંખ નીચેનો ભાગ સોજીને લાલ થઈ ગયો હતો.
થ્રો એટલો જોરદાર હતો કે બોલ વાગ્યા બાદ ઈશાન જમીન પર પડી ગયો અને દર્દથી કણસવા લાગ્યો. જે સમયે ઈશાનને બોલ વાગ્યો તે સમયે હેલમેટ પણ નહોતી પહેરી. આ કારણે બોલ સીધો જ તેની આંખ પાસે વાગ્યો હતો.
બેંગ્લોરની ઇનિંગની 12મી ઓવરમાં બુમરાહની બોલ પર કોહલીએ શોટ ફટકાર્યો હતો. હાર્દિક પંડ્યાએ બાઉન્ડ્રી લાઇનથી થ્રો કર્યો અને બોલ ટપ્પી પડ્યા બાદ 19 વર્ષીય ઈશાનની આંખ પાસે લાગ્યો
મુંબઈ ઈન્ડિયન્સનો વિકેટ કિપર ઈશાન કિશન ઘાયલ થઈને પડી જતાં ટીમના સાથી ખેલાડીઓ તેને ઘેરી વળ્યા હતા.
ઘટના બાદ ફિઝિયો ગ્રાઉન્ડ પર દોડી આવ્યા હતા અને તેને પ્રાથમિક સારવાર આપી હતી. પરંતુ તેમ છતાં ઈશાનનું દર્દ ઓછું નહોતું થયું. જેના કારણે તણે મેદાન છોડવું પડ્યું હતું.
મુંબઈઃ મંગળવારે રાતે મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં રમાયેલી મેચમાં મુંબઈ ઈન્ડિયન્સનો વિકેટકિપર ઇશાન કિશાન ઘાયલ થયો હતો. હાર્દિક પંડ્યાએ કરેલા થ્રોના કારણે ઘાયલ થયેલા ઈશાન કિશનને મેચ દરમિયાન જ મેદાન બહાર લઈ જવો પડ્યો હતો. ઇશાન કિશનની ઈજા કેટલી ગંભીર છે તે અંગે કોઈ જાણકારી મળી શકી નથી.
- - - - - - - - - Advertisement - - - - - - - - -