IPLમાં શ્રેષ્ઠ ઓલરાઉન્ડર કોણ એ મુદ્દે ટીમોમાં જંગ પછી કોણે બધાંની બોલતી કરી દીધી બંધ?
ચૈન્નાઇ સુપરકિંગ્સે પોતાના ટ્વીટર હેન્ડલ પર ધોનીની તસવીર શેર કરીને લખ્યું- Moondru Mugam. જેનો અર્થ થાય છે ત્રણ ચહેરા, ધોનીની કેપ્ટનશિપમાં ચેન્નાઇ ત્રણ વાર આઇપીએલ ટ્રૉફી પોતાના નામે કરી છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઆ ટક્કર વધી અને મુંબઇ ઇન્ડિયન્સે સનરાઇઝર્સ હૈદરાબાદ સામે પોતાની ત્રણેય આઇપીએલ ટ્રૉફી વાળી તસવીર શેર કરી અને લખ્યુ- ઇન્તજાર ચાલુ રહેશે...' ઉલ્લેખનીય છે કે, મુંબઇએ આઇપીએલમાં ત્રણ વાર ટ્રૉફી જીતી છે જ્યારે હૈદરાબાદે માત્ર એકવાર. જોકે આ બધાની બોલતી બંધ કરવા ચૈન્નાઇ સુપરકિંગ્સ આવી.
આ ફોટા પર મુંબઇ ઇન્ડિયન્સની ટીમે કૉમેન્ટ કરી- આનાથી સારી ઓલરાઉન્ડર તીકડી શોધો, અમે રાહ જોઇ રહ્યાં છીએ. આ મામલે આઇપીએલની બીજી ટીમ સનરાઇઝર્સ હૈદરાબાદે મુંબઇ ઇન્ડિયન્સ અને હાર્દિક પંડ્યાને જવાબ આપતા આફઘાનિસ્તાનના રાશિદ ખાન, મોહમ્મદ નબી અને બાંગ્લાદેશના શાકિબ અલ હસનની તસવીર શેર કરી. હૈદરાબાદે ફોટો શેર કરતાં લખ્યુ 'ઇન્તજાર ખતમ'.
ખરેખર, પોલાર્ડ વેસ્ટઇન્ડિઝની ટી20 ટીમનો ભાગ હતો, સીરીઝ પુરી થયા પછી સ્વદેશ પરત ફરતા પહેલા પોલાર્ડે પંડ્યા બ્રધર્સની મુલાકાત લીધી, હાર્દિક પંડ્યાએ આઇપીએલમાં મુંબઇ ઇન્ડિયન્સના સાથી ખેલાડીઓનો એક ફોટો શેર કર્યો, આ તસવીરમાં હાર્દિક ઉપરાંત પોલાર્ડ અને કૃણાલ પણ છે.
નવી દિલ્હીઃ મુંબઇ ઇન્ડિયન્સ અને સનરાઇઝર્સ હૈદરાબાદ મેદાન પર એકબીજાના જબરદસ્ત વિરોધી છે. આ બન્ને આઇપીએલની લોકપ્રિય ટીમો છે. હવે નવી સિઝન પહેલા બન્ને ટીમો ટ્વીટર હેન્ડલ પર આમને સામને આવી ગઇ, જેની ફેન્સે એટલી બધી મજા લીધી કે ના પુછો વાત. જોકે છેવટે ચેન્નાઇ સુપરકિંગ્સે બન્નેની બોલતી બંધ કરી દીધી.
- - - - - - - - - Advertisement - - - - - - - - -