દિલ્હી: મુંબઈ ઇન્ડિયન્સે આઇપીએલ-12માં દિલ્હી કેપિટલ્સને જીત માટે 169 રનનો લક્ષ્યાંક આપ્યો છે. મુંબઈએ 20 ઓવરમાં 5 વિકેટ ગુમાવી 168 રન બનાવ્યા હતા. દિલ્હીને જીતવા માટે 169 રનનો લક્ષ્યાંક  મળ્યો છે.


રોહિત શર્મા અને ડી કોકે પ્રથમ વિકેટ માટે 57 રનની ભાગીદારી નોંધાવી શાનદાર શરુઆત અપાવી હતી. રોહિત શર્મા 30 રને અમિત મિશ્રાનો શિકાર બન્યો હતો. કુટિંગ 2 રને આઉટ થયો હતો. આ પછી ડી કોક 35 રને રન આઉટ થયો હતો.

મુંબઇ ઇન્ડિયન્સનું છેલ્લી ઘણી મેચમાં પ્રદર્શન સારૂ રહ્યું છે. જ્યારે દિલ્હી કેપિટલ્સની ટીમે ગત 3માંથી ત્રણ મેચ જીતી છે. બંને ટીમના 8 મેચમાં 10 પોઇન્ટ છે. હાલ નેટ રનરેટના આધારે દિલ્હી બીજા અને મુંબઇ ત્રીજા ક્રમે છે.

મુંબઇ ઇન્ડિયન્સની ટીમમાં રોહિત શર્મા, ડિકોક, પોલાર્ડ, હાર્દિક પંડયા જેવા હિટર્સ છે. જ્યારે બુમરાહ, મલિંગાની બોલિંગ પણ પ્રભાવી છે. દિલ્હી કેપિટલ્સે પણ પોતાની 3 મેચમાં બેંગ્લોર, કોલકાતા અને હૈદરાબાદને હાર આપી છે.

હોમગ્રાઉન્ડ પર દિલ્હીની ટીમના પ્રદર્શનની વાત કરવામાં આવે તો આ મેદાન ઉપર આઈપીએલની કુલ 70 મેચ રમી ચૂકી છે. જેમાંથી 38 મેચમાં હારનો સામનો કરવો પડ્યો છે. જ્યારે 30 મેચમાં જ વિજેતા બની શકી છે.

ચાર વર્ષથી વનડે ન રમનાર ખેલાડીને આ ટીમે વર્લ્ડ કપ માટે બનાવ્યો કેપ્ટન