મેચ દરમિયાન બન્ને તરફથી રનના ઢગલા થયા હતા. આ જ કારણ હતું કે ઉત્તર પ્રદેશ તરફથી એક ડબલ સેન્ચુરી, એક સેન્ચુરી અને એક હાફ સેન્ચુરી લગાવી જ્યારે મુંબઈ તરફથી એક ત્રિપલ સેન્ચુરી અને ચાર હાફ સેન્ચુરી લાગી હતી.
મેચ પૂરો થયા બાદ મુંબઈના બેટ્સમેન સરફરાજે ખુલાસો કર્યો કે તેને આગલે દિવસે 102 ડિગ્રી તાવ હતો. તેમ છતા બીજા દિવસે તેણે સહેવાગની સ્ટાઇલમાં ધમાકેદાર બેટિંગ કરતા ટ્રિપલ સદી ફટકારી હતી. તેણે કહ્યું કે, ‘2-3 દિવસથી મારી તબીયત ખરાબ હતી. તેમ છતા મને લાગ્યું કે જો હું ક્રિઝની એકબાજુએ ટકી રહીશ તો મેચનું પલડુ અમારી તરફ નમી શકે છે. બીજા દિવસની તુલનામાં ત્રીજા દિવસે પહેલા તબીયત સારી હતી જોકે બપોર બાદ મને તાવની શરુઆત થઈ હતી. પરંતુ મે હાર ન માની અને ટીમ માટે મેદાન પર ટક્યો રહ્યો.’
રણજી ટ્રોફીમાં છઠ્ઠા નંબરે રમતા કોઈ ક્રિકેટરે અત્યાર સુધીમાં ફક્ત ત્રણવાર તેવડી સદી ફટકારી છે. રણજી ટ્રોફીના ઇતિહાસમાં કરુણ નાયર બાદ છઠ્ઠા નંબરે બેટિંગ કરતા ટ્રિપલ સેન્ચ્યુરી ફટકારનાર સરફરાઝ બીજા બેટ્સમેન છે. આ પહેલા મુંબઈ માટે ટ્રિપલ સેન્ચ્યુરી ફટકારનાર દિગ્ગજ બેટ્સમેન રોહિત શર્મા હતા.