ત્રીજા વખત પિતા બન્યો આ ભારતીય ક્રિકેટર, સાથી ખેલાડીની પત્ની સાથે કર્યા હતા લગ્ન
ઉલ્લેખનીય છે કે, વિજયની પત્ની નિકિતા આ પહેલા ભારતીય વિકેટકીપર બેટ્સમેન દિનેશ કાર્તિકની પત્ની રહી ચૂકી છે. 2012માં તેને કાર્તિક સાથે છૂટાછેડા લઈ વિજય સાથે લગ્ન કરી લીધા હતા.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appવિજય છેલ્લા ઘણા સમયથી ઈજાને કારણે ક્રિકેટથી દૂર છે. આને કારણે તે શ્રીલંકા વિરુદ્ધની ટેસ્ટ શ્રેણીમાં રમી શક્યો નહોતો. વિજયને ઓસ્ટ્રેલિયા સામેની ટેસ્ટ સીરીઝમાં કાંડામાં ઈજા થઈ હતી. ત્યારપછી BCCIએ તેને આરામ કરવા માટે જણાવ્યું હતું.
મુરલી વિજય પહેલેથી જ બે બાળકોનો પિતા છે. તેના મોટા પુત્રનું નામ નિરવ અને છોકરીનું નામ ઈવા છે. તેણે 2012માં નિકિતા સાથે લગ્ન કર્યા હતા.
ક્રિકેટર મુરલી વિજય એક વખત ફરી પિતા બન્યો છે. મુરલી વિજયે સોશિયલ મીડિયા પર એક તસવીર શેર કરી છે જેમાં તેનો મોટો પુત્ર નાના ભાઈ સાથે તસવીર ખેંચાવી છે. આ તસવીરને શેર કરતાં મુરલી વિજયે લખ્યું, ‘બે રોકસ્ટાર!! પ્રથમ બીજીનો પરિચય આ વિશ્વને કરાવતો. ખૂબ જ સારો અનુભવ'.
- - - - - - - - - Advertisement - - - - - - - - -