હવે Jio યૂઝર્સને નહીં મળે અનલિમિટેડ વોઈસ કોલ, જાણો શું છે કારણ
જેમ કે પ્રમોશનલ કોલ, જો તમે પણ જિયોમાંથી પ્રમોશનલ કોલ કરી રહ્યાં છો તો આ લિમિટ તમારા પર પણ લાગુ પડી શકે છે. રિપોર્ટ્સ અનુસાર યુઝર્સ જિયોના અનલિમિટેડ કોલિંગ ફિચરનો ખોટો ઉપયોગ કરી રહ્યાં છે. રોજ 10 કલાકથી પણ વધારેનું કોલિંગ થઇ રહ્યું છે. જેમાં પ્રમોશનલ કોલનો પણ સમાવેશ થાય છે. આથી યુઝર્સ જિયો પર રોજ 300 કોલ કરવાની લિમિટ પણ લાગુ કરી શકે છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઆ બિલકુલ એવું જ થશે જેમ કે લોન્ચિંગ સમયે જિયોએ અનલિમિટેડ ઇન્ટરનેટની સુવિધા આપી હતી પરંતુ જ્યારે લોકો તેનો મિસયુઝ કરવા લાગ્યા તો કંપનીએ તે લિમિટ ઘટાડીને 1GB રોજની કરી છે. જોકે, અનલિમિટેડ ઇન્ટરનેટની સુવિધા હજુ પણ છે પરંતુ અલગ-અલગ પ્લાન પર આધારીત છે.
જોકે અન્ય યૂઝર્સે પરેશાન થવાની જરૂર નથી કારણકે આ લિમિટ તેવા યુઝર્સને લાગુ પડશે. જે ખોટી રીતે તેનો ઉપયોગ કરી રહ્યાં છે. મતલબ રિલાયન્સ જિયો પોતાના એવા યુઝર્સ પર નજર રાખી રહી છે. જે તેનો મિસયૂઝ કરી રહ્યાં છે.
નવી દિલ્હીઃ પોતાના 4G VoLTE નેટવર્ક પર ગ્રાહકોનો અનલિમિટેડ વોઈસ કોલ આપવાનું વચન આપ્યા બાદ રિલાયન્સ જિઓ કેટલાક ગ્રાહકો માટે કોલ 300 મિનિટ પ્રતિદિવસ સુધી મર્યાદિત કરવાનું વિચારી રહી છે. રિપોર્ટ્સ અનુસાર કંપની કેટલાક ગ્રાહકોને માત્ર 300 મિનિટ જ વોઈસ કોલ આપી રહી છે. કહેવાય છે કે, કંપનીએ આ પગલું અનલિમિટેડ કોલ ફીચરનો દુરુપયોગ થવાથી ઉઠાવ્યું છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -