આંતરરાષ્ટ્રીય ક્રિકેટ પરિષદ(ICC)એ પણ મુરલીધરનને ટ્વીટ કરીને યાદ કર્યા છે. જોકે, યાદ કરવામાં ICCએ ભોપાળું કર્યું છે. આઈસીસીએ એક ટ્વીટ કર્યું છે જેની સાથે એક તસવીર શેર કરી પણ આ તસવીર મુરલીધરનની નહીં પણ શ્રીલંકાના અનેય ખેલાડી રંગના હેરાથની હતી.
બાદમાં ICCને પોતાની ભૂલ સમજાઈ અને ICCએ ટ્વીટ ડિલીટ કરી નાંખ્યું. 1972માં શ્રીલંકાના કૈંડીમાં જન્મેલા મુરલીધરને વર્ષ 1992માં ડેબ્યૂ કર્યાના 20 વર્ષ બાદ એટલેકે 2011 સુધી શ્રીલંકા માટે 133 ટેસ્ટ, 350 વનડે અને 12 ટી20 ઇન્ટરનેશ્નલ મેચ રમી. પોતાની ખતરનાક બૉલિંગ એક્શન માટે જાણીતા મુરલીધરને સારી બૉલિંગને કરી શ્રીલંકન ટીમને વર્ષ 1966માં વર્લ્ડકપ પણ અપાવ્યો.
મુરલીધન પર શ્રીલંકામાં એક બીગ બજેટ મુવી બની રહી છે જે વર્ષના ડિસેમ્બરમાં ફ્લોર પર જશે. આ ફિલ્મને ભારત, શ્રીલંકા, ઇંગ્લેન્ડ અને દુનિયાના ઘણા દેશોમાં ફિલ્માવામાં આવશે. જોકે, ભારતમાં અત્યાર સુધી ઘણી બાયોપિક બની ચૂકી છે પરંતુ શ્રીલંકામાં કોઇ વ્યક્તિ પર પહેલીવાર ફિલ્મ બની રહી છે.