દુનિયાના દિગ્ગજ સ્પિનર મુરલીધરને ભારતના આ બૉલરની કરી પ્રસંશા, કહ્યું- તે ટીમ ઇન્ડિયાનો ચેમ્પિયન છે
abpasmita.in | 12 Mar 2019 11:26 AM (IST)
નવી દિલ્હીઃ ચોથી વનડેમાં ભારતીય ટીમને કાંગારુઓએ કરારી હાર આપી, મેચમાં બોલરો સંઘર્ષ કરતાં દેખાયા હતા. જેને લઇને સોશ્યલ મીડિયા અને ક્રિકેટ જગતમાં યૂજવેન્દ્ર ચહલને ટાર્ગેટ બનાવવામાં આવ્યો હતો. યુજવેન્દ્ર ચહલે મોહાલી વનડેમાં 10 ઓવરોમાં 80 રન આપ્યા હતા. ચારેય બાજુ જ્યારે ચહલની નિંદા થઇ રહી છે ત્યારે ક્રિકેટના દિગ્ગજ સ્પિનર મુરલીધરન તેની પડખે આવ્યા છે. મુરલીએ ચહલને એક ચેમ્પિયન બૉલર ગણાવ્યો છે. મુરલીધરને મીડિયા સાથેની વાતચીતમાં કહ્યું કે, તમે એક ખેલાડી પાસેથી આશા નથી રાખી શકતા કે તે દરેક મેચમાં પાંચ વિકેટ ઝડપે. ચહલ એક ચેમ્પિયન બૉલર છે અને તેની પાસે બેટ્સમેનોને પરેશાન કરવાની ખાસ વિવિધતા છે. વિશ્વાસ રાખો તે એક માણસ છે રોબૉટ નથી. તેનું પ્રદર્શન છેલ્લા બે વર્ષમાં જબરદસ્ત રીતે સુધર્યુ છે.