✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

ટીમ ઈન્ડિયાના આ બેટ્સમેને એક જ ઓવરમાં પૂરી કરી સદી, જાણો કેવી રીતે

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  01 Dec 2018 03:03 PM (IST)
1

ઓસ્ટ્રેલિયા ઇલેવનનો 22 વર્ષનો મીડિયામ પેસર બોલર જેક કાર્ડર બોલિંગ કરવા આવ્યો ત્યારે મુરલી વિજય 74 રન પર બેટિંગમાં હતો. વિજયે કાર્ડરની ધોલાઇ કરતા એક જ ઓવરમાં 26 રન ફટકારીને સદી પૂરી કરી લીધી હતી. કાર્ડરની ઓવરમાં મુરલી વિજયે 4,4,6,2,6,4 ફટકારી સદી બનાવી હતી. આમ મુરલી વિજયે સદી પૂરી કરવામાં એક જ ઓવર લીધી હતી.

2

મુરલીએ તેની આ ઇનિંગ દરમિયાન 16 ચોગ્ગા અને 5 છગ્ગા ફટકાર્યા હતા. આ દરમિયાન તેનો સ્ટ્રાઇક રેટ 97.73 હતો. વિજયે ઈનિંગ દરમિયાન સદી ફટકારવામાં એટલી ઉતાવળ કરી કે તેણે એક ઓવરમાં 26 રન બનાવીને સદી પૂરી કરી હતી

3

સિડનીઃ ઓગસ્ટમાં ઈંગ્લેન્ડ પ્રવાસ દરમિયાન ટેસ્ટ શ્રેણીની પ્રથમ બે ટેસ્ટમાં નિષ્ફળ રહ્યા બાદ ટીમ ઈન્ડિયામાંથી હાંકી કાઢવામાં આવેલા ઓપનર મુરલી વિજયે ક્રિકેટ ઓસ્ટ્રેલિયા સામેની ડ્રો પ્રેક્ટિસ મેચમાં બીજી ઈનિંગમાં શાનદરા સદી ફટકારી હતી. મુરલી વિજયે 132 બોલમાં 129 રનની શાનદાર ઈનિંગ રમી હતી.

4

મુરલી વિજય ઉપરાંત કેએલ રાહુલે પણ ફોર્મ દર્શાવ્યું હતું. રાહુલે બીજી ઈનિંગમાં 99 બોલમાં 62 રનની ઈનિંગ રમી હતી. ઈનિંગમાં તેણે 8 ચોગ્ગા અને 1 સિક્સ મારી હતી. રાહુલ અને વિજયે પ્રથમ વિકેટ માટે 109 રનની ઓપનિંગ પાર્ટનરશિપ કરી હતી. મેચ ડ્રો જાહેર કરવામાં આવી ત્યારે ભારતે બીજી ઈનિંગમાં 2 વિકેટ ગુમાવી 211 રન કર્યા હતા.

  • હોમ
  • સ્પોર્ટ્સ
  • ટીમ ઈન્ડિયાના આ બેટ્સમેને એક જ ઓવરમાં પૂરી કરી સદી, જાણો કેવી રીતે
About us | Advertisement| Privacy policy
© Copyright@2026.ABP Network Private Limited. All rights reserved.