નવી દિલ્હીઃ ટીમ ઈન્ડિયાના નવા કોચને લઈ મોટા સમાચાર આવ્યા છે. સૂત્રોના જણાવ્યા મુજબ, ભારતીય ક્રિકેટ ટીમના નવા કોચ માટે 16 ઓગષ્ટે મુંબઈમાં ઈન્ટરવ્યૂ યોજાશે અને આ જ દિવસે કોચના નામની જાહેરાત કરવામાં આવશે. ભારતીય ક્રિકેટ ટીમના કોચ બનવાની રેસમાં વર્તમાન કોચ રવિ શાસ્ત્રીની સાથે અન્ય પાંચ દાવેદારો પણ મેદાનમાં છે.


ભારતીય ક્રિકેટ બોર્ડના હેડક્વાર્ટર ખાતે હેડ કોચના ઈન્ટરવ્યૂ યોજાશે. બીસીસીઆઇએ શાસ્ત્રીની સાથે ન્યૂઝીલેન્ડના ભૂતપૂર્વ કોચ માઈકલ હેસ્સન, ઓસ્ટ્રેલિયાના ભૂતપૂર્વ ક્રિકેટર અને શ્રીલંકાના પૂર્વ કોચ ટોમ મૂડી તેમજ અફઘાનિસ્તાનના ભૂતપૂર્વ કોચ અને વિન્ડિઝના ધુરંધર ખેલાડી ફિલ સિમોન્સને ઈન્ટરવ્યૂ માટે બોલાવ્યા છે. આ ઉપરાંત ભૂતપૂર્વ ભારતીય ઓલરાઉન્ડર રોબિન સિંઘ અને ટીમ ઈન્ડિયાના ભૂતપૂર્વ કોચ લાલચંદ રાજપુતનો સમાવેશ થાય છે.

કપિલ દેવ, અંશુમાન ગાયકવાડ અને શાંતા રામાસ્વામીની પેનલ હાઈપ્રોફાઈલ ટીમ ઈન્ડિયાના કોચ બનવા માટેના દાવેદારોના ઈન્ટરવ્યૂ લેશે. ભારતીય કેપ્ટન કોહલી પહેલા જ શાસ્ત્રીને કોચ તરીકે પહેલી પસંદ જાહેર કરી ચૂક્યો છે, જેના કારણે લાંબી પ્રક્રિયા બાદ આખરે તો પસંદગીનો કળશ શાસ્ત્રી પર જ ઢોળાશે તે નક્કી મનાય છે. જોકે બીસીસીઆઇએ દેખાડા માટે પણ આખી પ્રક્રિયા કરવી પડે તે માટે આ બધુ આયોજન કર્યું હોવાનું ક્રિકેટ વર્તુળોમાં ચર્ચાઈ રહ્યું છે.

MBBSની ડિગ્રી બાદ ડોક્ટરોએ ત્રણના બદલે એક વર્ષ જ ગામડામાં સેવા આપવી પડશે, ના પાડનારને થશે આટલા લાખ દંડ, જાણો વિગતે

ધોનીએ સેનાથી છુપાવ્યું મોટું રહસ્ય, નહીંતર થઈ જાત ડિસ્ક્વોલીફાઈ!