નવી દિલ્હીઃ ધોનીની ગણતરી એવા કેપ્ટનમાં થાય છે જે પ્રતિભાશાળી યુવા ક્રિકેટરોને સતત પ્રોત્સાહન આપતા રહે છે. પરંતુ ધોની આઈપીએલમાં તેની જ ટીમના એક ક્રિકેટરની પ્રતિભાને ઓળખવામાં થાપ ખાઈ ગયો છે અને એ જ કારણ છે કે તમિલનાડુ પ્રીમિયર લીગમાં પોતાની બેટિંગથી બધાનું ધ્યાન પોતાની તરફ ખેંચનાર નારાયણ જગદીશન આઈપીએલમાં કોઈ કમાલ ન કરી શક્યા અને તેનું સૌથી મોટું કારણ એ છે કે, ધોનીએ ક્યારેય ટીમમાં સામેલ ન કર્યા.



વિકેટકીપર બેટ્સમેન એન જગદીશન તમિલનાડુ પ્રીમિયર લીગમાં રન બનાવવામાં સૌથી આગળ છે. જગદીશન સતત ત્રણ અડધી સદી ફટકારી ચૂક્યો છે. જગદીશન તમિલનાડુ પ્રીમિયર લીગમાં ડિંડિગુલ ડ્રેગન્સ તરફથી રમે છે. તેણે અત્યાર સુધી 4 મેચમાં 235 રન બનાવ્યા છે.



આઈપીએલમાં જગદીશન ચેન્નાઈ તરફથી 33 મેચમાં બેન્ચ ઉપર બેસી રહ્યો હતો. 23 વર્ષનો જગદીશન 2018ની સિઝનમાં સીએસકેની ટીમમાં સામેલ થયો હતો. 2018ની 16 અને 2019ની 17 મેચોમાં મળી કુલ 33 મેચમાં બેન્ચ ઉપર બેસી રહ્યો હતો. ધોનીએ એકપણ વખત મેદાનમાં ઉતાર્યો ન હતો.

જગદીશનની એવરેજ 4 મેચમાં 117.50ની છે. તેની સ્ટ્રાઇક રેટ 146.87ની છે. આ દરમિયાન તેણે 23 ફોર અને 7 સિક્સર ફટકારી છે. તમિલનાડુ પ્રીમિયર લીગમાં કુલ 8 ટીમો ભાગ લઈ રહી છે.