નવી દિલ્હીઃ ઇંગ્લેન્ડમાં રમાનારા ક્રિકેટ વર્લ્ડકપ 2019 માટે ન્યૂઝીલેન્ડે પોતાની ક્રિકેટ ટીમની જાહેરાત કરી દીધી છે, આમાં 15 ખેલાડીઓને સમાવવામાં આવ્યા છે. અનકેપ્ડ વિકેટકીપર બેટ્સમેન ટૉમ બ્લંડેલને ટીમમાં સરપ્રાઇઝ પિક મળી છે. વળી લેગ સ્પીનર માટે ઇશ સોઢી ટૉડ એસ્ટલને રિપ્લેસ કરવામાં સફળ રહ્યો છે.



ટીમમાં સૌથી અનુભવી ખેલાડી તરીકે રૉસ ટેલરને સમાવવામાં આવ્યો છે. ટેલર પોતાનો ચોથો વર્લ્ડકપ રમશે, આમ કરનારો તે સાતમો કિવી ખેલાડી બની જશે.

ન્યૂઝીલેન્ડ 1લી જૂનથી શ્રીલંકા સામે રામીને પોતાના અભિયાનની શરૂઆત કરશે.



વર્લ્ડકપ માટે 15 ખેલાડીઓની કિવી ટીમ...
કેન વિલિયમ્સન (કેપ્ટન), માર્ટિન ગુપ્ટિલ, હેનરી નિકોલસ, રૉસ ટેલર, ટૉમ લાથમ, કૉલિન મુનરો, ટૉમ બ્લંડેલ, જીમી નીશમ, કૉલિન ડી ગ્રાન્ડહૉમ, મિશેલ સેન્ટનર, ઇશ સોઢી, ટિમ સાઉથી, મેટ હેનરી, લૉકી ફર્ગ્યૂસન, ટ્રેન્ટ બૉલ્ટ.