મુંબઈઃ સર, સડક, રાજી જેવી ફિલ્મોમાં જોવા મળેલ એક્ટ્રેસ અને સુપલસ્ટાર આલિયા ભટ્ટની માતા સોની રાઝદાન પોતાનો મત ખલીને રાખવા માટે જાણીતા છે. સોની રાઝદાનની ફિલ્મ ‘નો ફાધર્સ ઇન કશ્મીર’ ટૂંકમાં જ રિલીઝ થવાની છે. ફિલ્મ રિલીઝ પહેલા સોની રાઝદાન પોતાના એક નિવેદનને કારણે ચર્ચામાં છે. સોની રાઝદાને કહ્યું કે, મને લાગે છે તેણે પાકિસ્તાન જતું રહેવું જોઈએ.
વાતચીત દરમિયાન સોનીએ કહ્યું હતું કે, હું જ્યારે પણ કાશ્મીરને લઈને બોલુ છું તો હું ટ્રોલર્સના નિશાને આવી જાવ છું. જો હું પાકિસ્તાન અને કાશ્મીરને લઈને વાત કરૂ તો મને દેશ વિરોધી કહેવામાં આવે છે. મને લોકો દેશદ્રોહી કહે છે. લોકો મને પાકિસ્તાન મોકલવાનું શરૂ કરી દે છે. મને લાગે છે કે કાશ્મીર અને પાકિસ્તાનનું કલ્ચર બેલેંસ ખતમ થઈ ગયું છે.
સોની રાઝદાને કહ્યું કે, ક્યારેક ક્યારેક હું વિચારૂ છું કે, મારે પાકિસ્તાન જતા રહેવું જોઈએ. હું પાકિસ્તાનમાં જઈને ખુબ જ ખુશ રહીશ. ત્યાંનું જમવાનું પણ ખૂબ જ સારૂ છે. ત્યાંના લોકો પણ મને પસંદ છે. ઘણી વાર ત્યાંના લોકોએ પણ મને કહ્યું છે કે તમે પાકિસ્તાન આવતા રહો. મારા જેવી વિચારધારા ધરાવતા લોકો ઘણા છે. જેથી મને કોઈ જ ફરક નથી પડતો કે કોણ શું કહે છે.