પંજાબના લુધિયાનામાં જન્મેલા ઇશ સોઢીનું પુરુનામ ઇન્દ્રબીર સિંહ સોઢી છે. તે ચાર વર્ષની ઉંમરમાં પોતાના માતા-પિતા સાથે ન્યૂઝીલેન્ડ ચાલ્યો ગયો હતો, હવે તે ન્યૂઝીલેન્ડની નેશનલ ક્રિકેટ ટીમનો ખેલાડી છે. ઉપરાંત તે નોર્થન ડિસ્ટ્રીક્ટ તરફથી ડૉમેસ્ટિક ક્રિકેટ પણ રમે છે, એટલું જ નહીં તે આઇપીએલમાં તે રાજસ્થાન રૉયલ્સ ટીમ તરફથી પણ રમે છે.
સોઢીએ બાંગ્લાદેશ સામે ટેસ્ટ ડેબ્યૂ કર્યુ હતુ, વળી, 2015માં ઝિમ્બાબ્વે સામે ડેબ્યૂ મેચ રમી હતી. ઇશ સોઢી ટી20 ઇન્ટરનેશનલ આઇસીસી રેન્કિંગમાં નંબર 1 ખેલાડી પણ રહી ચૂક્યો છે.