ઑકલેન્ડઃ ટીમ ઈન્ડિયા છ સપ્તાહના ન્યૂઝીલેન્ડ પ્રવાસે પહોંચી ગઈ છે. ભારતીય ટીમ શુક્રવારે પાંચ મેચની ટી-20 શ્રેણી પૈકીની પ્રથમ ટી-20 રમીને પ્રવાસની શરૂઆત કરશે. ભારતે આ વર્ષે ઓક્ટોબર-નવેમ્બરમાં ઓસ્ટ્રેલિયામાં ટી-20 વર્લ્ડકપ રમવાનો છે, ન્યૂઝીલેન્ડ અને ઓસ્ટ્રેલિયાના હવામાનમાં ખાસ ફેર નથી હોતો તેથી ટીમ ઈન્ડિયા માટે આ શ્રેણી ખૂબ જ મહત્વની છે.


ટીમ ઈન્ડિયા ત્રણ ફાસ્ટ બોલર, ત્રણ સ્પિનર, 5 બેટ્સમેનોના કોમ્બિનેશન સાથે મેદાનમાં ઉતરી શકે છે. વર્લ્ડકપ 2019ની સેમિ ફાઇનલ બાદ ભારત-ન્યૂઝીલેન્ડની ટીમ પ્રથમ વખત ટકરાશે. ઓસ્ટ્રેલિયા સામેની વન ડે શ્રેણીમાં લોકેશ રાહુલે સારું વિકેટકિપિંગ કર્યુ હોવાથી પ્રથમ ટી-20 મેચમાં તેની પાસેથી વિકેટકિપિંગ કરાવવામાં આવી શકે છે.

પ્રથમ ટી-20 માટે ભારતની સંભવિત પ્લેઇંગ ઇલેવનઃ રોહિત શર્મા, લોકેશ રાહુલ, વિરાટ કોહલી, શ્રેયસ ઐયર, મનીષ પાંડે, રવિન્દ્ર જાડેજા, વોશિંગ્ટન સુંદર, શાર્દુલ ઠાકુર, યુઝવેન્દ્ર ચહલ, મોહમ્મદ શમી, જસપ્રીત બુમરાહ


ભારત v ન્યૂઝીલેન્ડ ટી-20 સીરીઝ કાર્યક્રમ

પ્રથમ ટી20, 24 જાન્યુઆરી, ઇડન પાર્ક-ઓકલેન્ડ, બપોરે 12.30 કલાકે

બીજી ટી20, 26 જાન્યુઆરી, ઇડન પાર્ક-ઓકલેન્ડ, બપોરે 12.30 કલાકે

ત્રીજી ટી20, 29 જાન્યુઆરી, સેડન પાર્ક-હેમિલ્ટન, બપોરે 12.30 કલાકે

ચોથી ટી20, 31 જાન્યુઆરી, વેસ્ટ પેક સ્ટેડિયમ-વેલિંગ્ટન, બપોરે 12.30 કલાકે

પાંચમી ટી20, 02 ફેબ્રુઆરી, બે ઓવલ-માઉન્ટ માઉન્ગનઇ, બપોરે 12.30 કલાકે


દિલ્હી ચૂંટણીઃ આમ આદમી પાર્ટીના આ ઉમેદવાર છે સૌથી ધનિક, જાણો કેટલી છે સંપત્તિ

INDvNZ: આવતીકાલે પ્રથમ T20, કોહલી પાસે સીરિઝમાં આ રેકોર્ડ બનાવવાની છે તક, જાણો વિગતે

સુરતઃ તડીપાર વસીમ બિલ્લાની નવસારીમાં ગોળી મારી હત્યા, સલમાન ખાન સાથે પડાવ્યો હતો ફોટો