ઑકલેન્ડઃ ટીમ ઈન્ડિયા છ સપ્તાહના ન્યૂઝીલેન્ડ પ્રવાસે પહોંચી ગઈ છે. ભારતીય ટીમ શુક્રવારે પાંચ મેચની ટી-20 શ્રેણી પૈકીની પ્રથમ ટી-20 રમીને પ્રવાસની શરૂઆત કરશે. T-20 શ્રેણી દરમિયાન ભારતીય ટીમના કેપ્ટન વિરાટ કોહલી પાસે અનેક રેકોર્ડ બનાવવાની તક છે.


બની શકે છે માત્ર બીજો T20 કેપ્ટન

78 T20Iમાં વિરાટ કોહલીએ 74 સિક્સ ફટકારી છે અને સૌથી વધુ છગ્ગા ફટકારનારા ખેલાડીના લિસ્ટમાં 12માં નંબર પર છે. સીરિઝ દરમિયાન જો કોહલી 8 સિક્સર મારશે તો ટી-20 ઈન્ટરનેશનલમાં 50 સિક્સર ફટકારો ક્રિકેટ વિશ્વનો બીજો કેપ્ટન બનશે. ઈંગ્લેન્ડનો ઇયોન મોર્ગન ટી-20 કેપ્ટન તરીકે 62 સિક્સર ફટકારી ચુક્યો છે અને લિસ્ટમાં પ્રથમ નંબરે છે.

ધોનીને રાખી શકે છે પાછળ

સીરિઝ દરમિયાન 81 રન રન બનાવશે તો ટી-20 ક્રિકેટમાં કેપ્ટન તરીકે સૌથી વધુ રન બનાવનારો ભારતીય કેપ્ટન બની જશે. હાલ ધોની 1,112 રન સાથે સૌથી વધુ ટી-20 રન બનાવનારો ભારતીય કેપ્ટન છે અને લિસ્ટમાં બીજા નંબરે છે. સાઉથ આફ્રિકાનો ફાફ ડુપ્લેસિસ 1272 રન સાથે લિસ્ટમાં ટૉચ પર છે. ન્યૂઝીલેન્ડનો કેન વિલિયમસન 1,083 રન સાથે ત્રીજા ક્રમે છે. હાલ કોહલી 1,032 રન સાથે ચોથા નંબર પર છે. સીરિઝ દરમિયાન વિલિયમસન અને કોહલી વચ્ચે સૌથી વધુ રન બનાવનારા કેપ્ટન તરીકે સ્પર્ધા જોવા મળશે.

કોહલી અને રોહિત વચ્ચે રહેશે સ્પર્ધા

આ ઉપરાંત સીરિઝમાં કોહલી અને રોહિત શર્મા વચ્ચે સૌથી વધુ રન બનાવવાની હરિફાઈ પણ રહેશે. હાલ કોહલી 2689 રન સાથે ટી20માં સૌથી વધુ રન બનાવનારો ભારતીય ખેલાડી છે. જે પછી રોહિત શર્મા 2633 રન સાથે બીજા નંબર પર છે. બંને વચ્ચેનો તફાવત માત્ર 56 રનનો છે.

ભારત v ન્યૂઝીલેન્ડ ટી-20 સીરીઝ કાર્યક્રમ

પ્રથમ ટી20, 24 જાન્યુઆરી, ઇડન પાર્ક-ઓકલેન્ડ, બપોરે 12.30 કલાકે

બીજી ટી20, 26 જાન્યુઆરી, ઇડન પાર્ક-ઓકલેન્ડ, બપોરે 12.30 કલાકે

ત્રીજી ટી20, 29 જાન્યુઆરી, સેડન પાર્ક-હેમિલ્ટન, બપોરે 12.30 કલાકે

ચોથી ટી20, 31 જાન્યુઆરી, વેસ્ટ પેક સ્ટેડિયમ-વેલિંગ્ટન, બપોરે 12.30 કલાકે

પાંચમી ટી20, 02 ફેબ્રુઆરી, બે ઓવલ-માઉન્ટ માઉન્ગનઇ, બપોરે 12.30 કલાકે

શિખર ધવનની ઈજાથી દુઃખી થયો શાસ્ત્રી, કહી આ મોટી વાત, જાણો વિગત

સુરતઃ તડીપાર વસીમ બિલ્લાની નવસારીમાં ગોળી મારી હત્યા, સલમાન ખાન સાથે પડાવ્યો હતો ફોટો

Tata Tiago, Tigor  અને Nexon ના ફેસલિફ્ટ વર્ઝન થયા લોન્ચ, જાણો કિંમત અને ફીચર્સ

PAKનાં ઘણા ખેલાડીઓ કોહલીથી શ્રેષ્ઠ બની શકે છેઃ અબ્દુલ રઝાકની શેખી