નિદાહાસ ટ્રોફી ફાઇનલઃ દિનેશ કાર્તિક સુપર હીરો, છેલ્લા બોલ પર સિક્સ ફટકારી અપાવી અકાલ્પનિક જીત
કોલંબોઃ ભારતે બાંગ્લાદેશને 4 વિકેટથી હાર આપી મેચ જીતવાની સાથે ટ્રોફી પણ જીતી હતી. ભારે રોમાંચક બનલી મેચમાં ભારતને છેલ્લી ઓવરમાં જીતવા 12 રન અને 1 બોલમાં 5 રનની જરૂર હતી. પરંતુ સૌમ્ય સરકારની ઓવરમાં છેલ્લા બોલ પર દિનેશ કાર્તિકે સિક્સ ફટકારી ભારતને અકાલ્પનિક જીત અપાવી હતી. ભારત તરફથી રોહિત શર્માએ 56 રનનું યોગદાન આપ્યું હતું. જ્યારે દિનેશ કાર્તિકે માત્ર 8 બોલમાં 29 રન બનાવી ભારતને જીત અપાવી હતી.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઆ પહેલા નિદાહાસ કપ T-20 ટ્રાઇ સીરિઝની ફાઇનલ મેચમાં ટોસ હાર્યા બાદ પ્રથમ બેટિંગ કરવા ઉતરેલી બાંગ્લાદેશની ટીમે 20 ઓવરમાં 8 વિકેટના નુકસાન પર 166 રન બનાવ્યા હતા. બાંગ્લાદેશ તરફથી શબ્બીર રહેમાને સર્વાધિક 77 રનનું યોગદાન આપ્યું હતું. શબ્બીરે ટી-20 કરિયરની ચોથી અડધી સદી ફટકારી હતી.
ભારત તરફથી ચહલે 3 વિકેટ લીધી હતી. જયદેવ ઉનડકટને 2 સફળતા મળી હતી. વોશિંગ્ટન સુંદરે પણ 1 વિકેટ લીધી હતી. બાંગ્લાદેશના 2 ક્રિકેટર રન આઉટ થયા હતા.
ભારતીય ટીમઃ રોહિત શર્મા (કેપ્ટન), શિખર ધવન (વાઇસ કેપ્ટન), સુરેશ રૈના, મનીષ પાંડે, દિનેશ કાર્તિક, વોશિંગ્ટન સુંદર, લોકેશ રાહુલ, યુઝવેન્દ્ર ચહલ, શાર્દુલ ઠાકુર, વિજય શંકર, જયદેવ ઉનડકટ
નિદાહાસ કપ ટ્રાઇ સીરિઝની ફાઇનલ મેચમાં ભારતે ટોસ જીતીને પ્રથમ ફિલ્ડિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. ભારતીય ટીમમાં એક ફેરફાર કરવામાં આવ્યો હતો. મોહમ્મદ સીરાઝના સ્થાને જયદેવ ઉનડકટનો ટીમમાં સમાવેશ કરવામાં આવ્યો હતો.
- - - - - - - - - Advertisement - - - - - - - - -