Election Results 2024
(Source: ECI/ABP News/ABP Majha)
શ્રીલંકામાં રમાનારી T-20 સીરીઝ હવે બે દિવસ પહેલાં જ શરૂ થઇ જશે, આ કારણે થયું શિડ્યૂલ ચેન્જ
આ પહેલા આ ટૂર્નામેન્ટ શ્રીલંકાની આઝાદીના 50 વર્ષ પુરા થવાના ઉપલક્ષ્યમાં વર્ષ 1998માં રાખવામાં આવી હતી. તે ટૂર્નામેન્ટમં યજમાન શ્રીલંકા ઉપરાંત ભારત અને ન્યૂઝીલેન્ડે ભાગ લીધો હતો, આ ટૂર્નામેન્ટની ફાઇનલમાં ભારતે અને યજમાન ટીમને રોમાંચક ટક્કરમાં સાત રનથી હાર આપીને કપ પોતાના નામે કરી લીધો હતો.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઆ સીરીઝમાં પહેલી મેચ ભારત અને યજમાન શ્રીલંકાની વચ્ચે રમાશે, આ મેચ પહેલા આઠ માર્ચે રમાવવાની હતી, પણ હવે આ બે દિવસ પહેલા રાખવામાં આવી છે જેથી ટૂર્નામેન્ટની ફાઇનલ રવિવારના દિવસે એટલે 18 માર્ચે રમાઇ શકે.
12 માર્ચ- શ્રીલંકા vs ભારત, સાંજે 7 વાગે. 14 માર્ચ - બાંગ્લાદેશ vs ભારત, સાંજે 7 વાગે. 16 માર્ચ - શ્રીલંકા vs ભારત, સાંજે 7 વાગે. 18 માર્ચ- ફાઇનલ, સાંજે 7 વાગે.
નવી દિલ્હીઃ સાઉથ આફ્રિકામાં ટી-20 સીરીઝ બાદ ટીમ ઇન્ડિયા શ્રીલંકામાં ટી-20 ત્રિકોણીય સીરીઝમાં ભાગ લેવા રવાના થશે. જોકે હવે આ સીરીઝમાં થોડો ફેરફાર કરવામાં આવ્યો છે, શ્રીલંકા ક્રિકેટ બોર્ડે આ સીરીઝના શિડ્યૂલમાં ફેરફાર કરતાં સીરીઝને બે દિવસ પહેલા આયોજિત કરવાનો નિર્ણય લીધો છે, આ સીરીઝમાં ત્રીજી ટીમ બાંગ્લાદેશ છે.
આ સીરીઝની કુલ સાત મેચ રમાશે, આ છે નવું શિડ્યૂલ્ડઃ- 6 માર્ચ, શ્રીલંકા vs ભારત, સાંજે 7 વાગે. 8 માર્ચ- બાંગ્લાદેશ vs ભારત, સાંજે 7 વાગે. 10 માર્ચ- શ્રીલંકા vs બાંગ્લાદેશ, સાંજે 7 વાગે.
આ ટૂર્નામેન્ટને શ્રીલંકાની આઝાદીના 70 વર્ષ પુરા થવાના પ્રસંગે આયોજિત કરવામાં આવી રહી છે. વેબસાઇટ ક્રિકબઝ અનુસાર શ્રીલંકા ક્રિકેટ બોર્ડને આશા છે કે આ ટૂર્નામેન્ટના ટેલિવિઝન રાઇટ્સ દ્વારા લગભગ 6.5 મિલિયન ડૉલરની કમાણી કરી શકાય છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -