ટ્રાઇ સીરિઝ માટે ટીમ ઇન્ડિયાની જાહેરાત, કોહલી-ધોની નહી રમે
કેપ્ટન વિરાટ કોહલી, ધોની, ભૂવનેશ્વર કુમાર, જસપ્રીત બુમરાહ અને હાર્દિક પંડ્યાને આ સીરિઝમાં આરામ આપવામાં આવ્યો છે. વિરાટની ગેરહાજકીમાં ટીમ ઇન્ડિયાની કેપ્ટનશીપ રોહિત શર્માને સોંપવામાં આવી છે. ભારતને આગામી સિઝનમાં 30 વન-ડે સહિત 63 ઇન્ટરનેશનલ મેચ રમવાની છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appટીમ ઇન્ડિયાઃ રોહિત શર્મા (કેપ્ટન), શિખર ધવન (વાઇસ કેપ્ટન), લોકેશ રાહુલ, સુરેશ રૈના, મનીષ પાંડે, દિનેશ કાર્તિક (વિકેટકિપર) દીપક હુડ્ડા, વોશિંગ્ટન સુંદર, યુઝવેન્દ્ર ચહલ, અક્ષર પટેલ, વિજય શંકર, શાર્દુલ ઠાકુર, જયદેવ ઉનડકટ, મોહમ્મદ સિરાજ, ઋષભ પંત
નવી દિલ્હીઃ શ્રીલંકામાં યોજાનારી ટી-20 ટ્રાઇ સીરિઝ માટેની ટીમ ઇન્ડિયાની જાહેરાત કરવામાં આવી છે. આ ટ્રાઇ સીરિઝ 6 થી 18 માર્ચ સુધી રમાશે. આ પ્રવાસમાં ટીમના પાંચ ટોચના ખેલાડીઓને આરામ આપવામાં આવ્યો છે. આ ટ્રાઇ સીરિઝમાં ભારત સિવાય શ્રીલંકા અને બાંગ્લાદેશની ટીમ ભાગ લઇ રહી છે.
ટીમમાં નિયમિત વિકેટકિપર તરીકે દિનેશ કાર્તિકની પસંદગી કરવામાં આવી છે. જ્યારે બીજા વિકેટકિપર તરીકે ઋષભ પંતને સામેલ કરાયો છે. તે સિવાય ઓલરાઉન્ડર દીપક હુડ્ડા અને વિજય શંકરની પસંદગી કરાઇ છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -