ભારતને હારને આરે લાવી દેનારો ને વિજય માલ્યા જેટલી ગાળો ખાનારો વિજય શંકર કોણ છે?
આ પહેલા ખુદની તુલના હાર્દિક પંડ્યા સાથે કરવા પર વિજય શંકરે કહ્યું હતું કે, હું ક્યારેય મારી કોઈ અન્ય સાથે તુલના નથી કરો અને ન તો આ બધામાં વિશ્વાસ રાખું છું. દરેક ક્રિકેટર પોતાની રીતે ખાસ હોય છે. એક ખેલાડી તરીકે હું દરેક મેચમાં શ્રેષ્ઠ કરવાનો પ્રયત્ન કરું છું.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઆંતરરાષ્ટ્રીય ક્રિકેટની વાત કરીએ તો નવેમ્બર 2017માં તેને ટેસ્ટ ટીમમાં સમાવાવવામાં આવ્યા હતા પરંતુ તેને રમવાની તક મળી ન હતી. નિદાહસ ટ્રોફીમાં શ્રીલંકા વિરૂદ્ધ તેણે ટી20માં ડેબ્યૂ કર્યું હતું.
2016માં હરાજીમાં સનરાઈઝર્સ હૈદ્રાબાદે શંકરને પોતાની ટીમમાં સામેલ કર્યો, પરંતુ પ્લેઇંગ ઇલેવનમાં સામેલ ન કરવામાં આવ્યો વર્ષ 2017માં સનરાઈઝર્સ તરફતી વિજય શંકરને 4 મેચમાં રમવાની તક મળી હતી અને તેણે 50.5ની સરેરાશ અને 134.66ની સ્ટ્રાઈક રેટથી 101 રન બનાવ્યા.
આ વર્ષે આઈપીએલની થયેલ હરાજીમાં વિજય શંકરને 3.2 કરોડ રૂપિયામાં દિલ્હી ડેયરડેવિલ્સે ખરીદ્યો છે. જોકે આ પહેલા આ ક્રિકેટ લીગમાં તેણે કંઈ ખાસ પ્રદર્શન કર્યું ન હતું. વર્ષ 2013માં આઈપીએલમાં વિજય શંકરને ચેન્નઈ સુપર કિંગ્સે પોતાની ટીમમાં સામેલ કર્યો હતો, પરંતુ તે વર્ષે તેને કોઈ મેચમાં રમવાની તક મળી ન હતી. 2014માં વિજય શંકરને એક મેચમાં સામેલ કરવામાં આવ્યો હતો પરંતુ તેને બેટિંગની તક મળી ન હતી. તેણે એક ઓવર બોલિંગ કરી હતી જેમાં 19 રન આપ્યા હતા.
વિજય શંકર ઓલરાઉન્ડર છે. હાર્દિક પંડ્યાની જેમ જ તે જમોણી મીડિયમ ફાસ્ટ બોલર છે અને આક્રમક બેટ્સમેન પણ છે. વિજય શંકર મોટા હિટ્સ લગાવવામાં માહેર છે. વિજય શંકર તમિલનાડુ તરફથી મેચ રમે છે.
નવી દિલ્હીઃ રવિવારે રાત્રે શ્રીલંકાના કોલંબોમાં રમાયેલ નિદાહાસ ટ્વેન્ટી 20ના ફાઈનલ મેચમાં ભારતે બાંગ્લાદેશને 4 વિકેટે હરાવ્યું. મેચ ખૂબ જ રોમાંચક રીતે ભારત જીત્યું હતું. છેલ્લા બોલ પર પરિણામ હાર, જીત કે ટાઈના રૂપમાં આવી શકે એમ હતું. પરંતુ દિનેશ કાર્તિકએ છેલ્લા બોલ પર છગ્ગો ફટકારીને ભારતને શાનદાર જીત અપાવી હતી. કાર્તિકની શાનદાર ઇનિંગે મેચમાં વિજય શંકરને વિલન બનાવવાથી બચાવી લીધો હતો. આગળ વાંચો કોણ છે વિજય શંકર....
- - - - - - - - - Advertisement - - - - - - - - -