આ સ્ટાર ભારતીય ક્રિકેટર સાથે થઈ 4 કરોડની છેતરપિંડી, પોલીસ ફરિયાદ દાખલ
રિપોર્ટ અનુસાર, દ્રવિડે વિક્રમ ઈન્વેસ્ટમેન્ટ વિરુદ્ધ કરેલી ફરિયાદમાં જણાવ્યું કે, તેણે વધુ વ્યાજ મેળવવા માટે 20 કરોડ રૂપિયા જમા કરાવ્યા હતા પરંતુ 16 કરોડ જ પાછા મળ્યા. આમ, કંપનીએ દ્રવિડ દ્વારા જમા કરાવેલી મૂળ રકમ કરતા 4 કરોડ રૂપિયા ઓછા પાછા આપ્યા છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appનવી દિલ્હીઃ ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ કેપ્ટન રાહુલ દ્રવિડે એક કંપની વિરૂદ્ધ ચાર કરોડ રૂપિયાની છેતરપિંડીની ફરિયાદ નોંધાવી છે. સદાશિવનગર પોલીસ નિરીક્ષક નવીને જણાવ્યું કે, દ્રવિડે બે દિવસ પહેલા વિક્રમ ઇન્વેસ્ટમેન્ટ કંપની વિરૂદ્ધ ચાર કરોડ રૂપિયાની ફરિયાદ નોંધાવી છે.
આ બાબતે દ્રવિડે ઈન્દ્રનગર પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. પોલીસે દ્રવિડની ફરિયાદ બનશંકરી પોલીસને સોંપી દીધી છે, જે કંપની દ્વારા કરવામાં આવેલા 300 કરોડથી વધુના કૌભાંડની તપાસ કરી રહી છે.
બેંગલુરુ પોલીસે કંપનીના માલિક રાઘવેન્દ્ર શ્રીનાથ સહિત કેટલાક એજન્ટોને 800 લોકો સાથે છેતરામણી કરવાના આરોપમાં અરેસ્ટ કરી લીધા છે. આ ગેંગ દ્વારા મોટાપાયો કૌભાંડ કરવામાં આવ્યું છે અને પોલીસ બધા દસ્તાવેજોની તપાસ કરી રહી છે.
સૌથી મોટી આશ્ચર્યની વાત તો એ છે કે, સુરેશ સૂત્રમ બેંગલુરુના ખૂબ જ જાણીતા સ્પોર્ટ્સ જર્નલિસ્ટ છે. પોલીસનું કહેવું છે કે, રાહુલ દ્રવિડ, બેડમિન્ટન સ્ટાર સાઈના નેહવાલ અને પૂર્વ બેડમિન્ટન ખેલાડી પ્રકાશ પાદુકોણ જેવા દિગ્ગજોને આ કંપનીમાં પૈસા લગાવવા માટે તૈયાર કર્યા હતા.
- - - - - - - - - Advertisement - - - - - - - - -