નીતા અંબાણીએ કહી આ ગુજરાતી ક્રિકેટરની સ્ટોરી, જાણો ક્રિકેટરે શું આપ્યો જવાબ
બીજી તરફ નીતા અંબાણીના આ વીડિયોને ટ્વીટર પર શેર કરી હાર્દિકે તેમનો આભાર વ્યક્ત કરતા લખ્યું. ‘નીતા ભાભી, તમારો દિલથી આભાર. તમે અમારા બંને પર વિશ્વાસ મૂક્યો.’
Download ABP Live App and Watch All Latest Videos
View In Appએક ઈવેન્ટમાં રિલાયન્સ ફાઉન્ડેશનના ચેરપર્સન નીતા અંબાણીએ હાર્દિકના જીવન સાથે જોડાયેલી કેટલીક વાતો લોકો સમક્ષ મૂકી. તેમણે કહ્યું કે, ‘ગુજરાતના એક ગરીબ પરિવારના બે ભાઈઓ માત્ર 300 રૂપિયા માટે ક્રિકેટ રમતા હતા. તેમનું બાળપણ અત્યંત ગરીબીમાં વિત્યુ. ઘણીવાર તેમને બે ટંકનું જમવાનું પણ નહોતું મળતું. તે બંને લોકલ ટ્રેનમાં મુસાફરી કરીને ક્રિકેટ રમવા જતા હતા.’
નવી દિલ્હીઃ ભારતીય ક્રિકેટ ટીમના ઓલરાઉન્ડર ખેલાડી હાર્દિક પંડ્યાની તુલના ક્રિકેટના અનેક દિગ્ગજ કપિલ દેવ સાથે કરી ચૂક્યા છે, પરંતુ પંડ્યા માટે અહીં સુધી પહોંચવું એટલું સહેલું ન હતું. આઈપીએલ દરમિયાન મુંબઈ ઇન્ડિયન્સ તરફથી રમતા પંડ્યા પ્રથમ વખત ચર્ચામાં આવ્યા હતા. તેણે આઈપીએલમાં પોતાની બોલિંગ અને બેટિંગથી બધાને પ્રભાવિત કર્યા હતા.
નીતા અંબાણીએ કહ્યું કે, ‘બંને ભાઈઓની પ્રતિભા જોઈ અમે તેમને IPLમાં મુંબઈ તરફથી રમવાની તક આપી અને તેમણે પોતાના પ્રદર્શનની બધાના દિલ જીતી લીધા.’
- - - - - - - - - Advertisement - - - - - - - - -