નવી દિલ્હી: ટીમ ઈન્ડિયા અને વેસ્ટઈન્ડીઝ વચ્ચે ગુરૂવારથી ટેસ્ટ સિરીઝની પહેલી ટેસ્ટ મેચની શરૂઆત થઈ છે. આ મેચ એંટીગુઆ ખાતે રમાઈ રહી છે. પરંતુ આ મેચમાં ટીમ ઈન્ડિયાની પ્લેઈંગ ઈલેવનમાં સ્ટાર બેટ્સમેન રોહિત શર્માને પડતો મુકવામાં આવ્યો છે. કેપ્ટન વિરાટ કોહલીના આ નિર્ણયથી સૌ કોઈ ચોંકી ગયા હતાં.

જોકે રોહિત શર્મા ટીમમાં સામેલ ન થતાં કોહલીના આ નિર્ણય પર સવાલ ઉઠ્યા છે કે, શું અંગત મતભેદના કારણે વિરાટે પ્લેઈંગ ઈલેવનમાં રોહિતને સામેલ કર્યો નથી. ટેસ્ટ સિરીઝ પહેલા રમાયેલ પ્રેક્ટિસ મેચમાં રોહિતે શાનદાર 68 રનની ઈનિંગ રમી હતી. તેમ છતાં રોહિતને પ્લેઈંગ ઈલેવનમાં જગ્યા ન મળી.

કેપ્ટન કોહલીએ રોહિત શર્માની જગ્યાએ હનુમા વિહારીને પ્રાથમિકતા આપવામાં આવી છે. ભારતીય કેપ્ટનના આ નિર્ણય પર પ્રશંસક પણ નારાજ છે. વર્લ્ડ કપ 2019ના સેમીફાઈનલમાં હાર બાદ જ રોહિત અને કોહલી વચ્ચે અંગત મતભેદ હોવાના સમાચાર વહેતા થયા છે.

વેસ્ટ ઈન્ડીઝના પ્રવાસે જતાં પહેલા કોહલીએ બન્ને વચ્ચે મતભેદ હોવાની વાતને નકારી કાઢી હતી અને કહ્યું હતું કે, એવું કંઈક હોત તો અમે નંબર વન ટીમ ન હોત.