નવી દિલ્હી: વડાપ્રધાન નરેન્દ્ર મોદી ત્રણ દેશોની યાત્રાના પ્રથમ તબક્કામાં ગુરુવારે 2 દિવસીય યાત્રા પર ફ્રાન્સની રાજધાની પેરિસ પહોંચી ગયા છે. આ પ્રવાસ દરમિયાન પીએમ મોદી ઇમૈનુએલ મેક્રોં અને પ્રધાનમંત્રી એડવર્ડ ફિલિપની સાથે દ્વીપક્ષીય બેઠક કરશે. વડાપ્રધાન મોદીનું અહીં એરપોર્ટ પર યુરોપ અને વિદેશ મામલાના મંત્રી જીન યેવ્સ લે ડ્રાયને સ્વાગત કર્યું. અહીં ભારતીય સમુદાયે તેઓનું શાનદાર સ્વાગત કર્યું હતું.


પીએમ મોદીએ ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઇમૈનુએલ મેક્રોં સાથે મુલાકાત કરી હતી. પીએમ મોદીએ ભારતથી રવાના થતાં પહેલા કહ્યું તું કે તેમની આ યાત્રાથી ભારતના સદાબહાર મિત્રોનો સાથ અને સંબંધ વધુ મજબૂત બનશે અને સહયોગના નવા ક્ષેત્રો અંગે ચર્ચા થશે.


ઉલ્લેખનીય છે કે, પ્રધાનમંત્રી મોદી 22 અને 23 ઓગસ્ટ સુધી ફ્રાન્સમાં દ્વીપક્ષીય બેઠકમાં ભાગ લેવાના છે. નરેન્દ્ર મોદી ભારતીય લોકોને પણ મળશે અને 1950 અને 1960માં એર ઇન્ડિયા વિમાન દુર્ઘટનામાં માર્યા ગયેલા લોકોની યાદમાં મેમોરિયલ પણ સમર્પિત કરશે. 25 અને 26 ઑગષ્ટ સુધી પીએમ મોદી G-7મીટિંગમાં પણ ભાગ લેવાના છે.