નવી દિલ્હીઃ ટેસ્ટ ક્રિકેટમાં ઐતિહાસિક બદલાવ થવા જઈ રહ્યો છે. વન ડે અને ટી-20ની સામે ટેસ્ટ ક્રિકેટમાં પણ દર્શકોનો રસ જળવાઈ રહે તે માટે આઈસીસી દ્વારા ખેલાડીઓની જર્સી પર નામ અને નંબર છાપવાની છૂટ આપી છે. ક્રિકેટની શરૂઆત થઈ ત્યારથી લઈને 142 વર્ષના ટેસ્ટ ક્રિકેટના ઈતિહાસમાં ખેલાડીઓ પ્રથમ વખત નામ અને નંબરવાળી જર્સી પહેરીને મેદાને ઉતરશે.


ઓસ્ટ્રેલિયા અને ઈંગ્લેન્ડ વચ્ચે રમાનાર પ્રતિષ્ઠિત એશિઝ સીરિઝમાં ખેલાડીઓની સફેદ ટી શર્ટ પર નામ અને નંબર લખેલાં હશે. ઈંગ્લેન્ડ અને આઈસીસીના ઓફિશિયલ ટ્વિટર એકાઉન્ટ પર તેની સત્તાવાર જાહેરાત કરી દેવાઈ છે. આ સાથે તેમણે નામ અને નંબર સાથે ખેલાડીઓનાં ફોટા પણ શેર કર્યા છે.


સામાન્ય રીતે વન ડે અને ટી20 ફોર્મેટમાં ખેલાડીઓની ટી શર્ટ પર નામ અને નંબર લખેલાં હોય છે. પણ ટેસ્ટમાં ક્યારેય પણ ખેલાડીઓનાં નામ અને નંબર ટી શર્ટ પર લખેલાં હોતાં નથી. પણ ઈંગ્લેન્ડ ક્રિકેટના ટ્વિટર એકાઉન્ટ પર જો રૂટની એક તસ્વીર શેર કરવામાં આવી છે. જેમાં તેનું નામ અને નંબર લખવામાં આવ્યા છે.


આ પહેલા એવા અહેવાલ આવ્યા હતા કે ઓસ્ટ્રેલિયા અને ઇંગ્લેન્ડ વચ્ચે રમાનારી એશિઝ શ્રેણીથી ક્રિકેટનું મોર્ડન રૂપ જોવા મળશે. વર્લ્ડ ચેમ્પિયન ઇંગ્લેન્ડ આગામી એક ઓગસ્ટથી ઓસ્ટ્રેલિયા સામે એશિઝ શ્રેણી રમશે.

ઈન્કમ ટેક્સ રિટર્ન ફાઇલ કરવાની તારીખ લંબાવાઈ, જાણો કઈ છે અંતિમ તારીખ

પાટણઃ ચાણસ્મા પાસે ટ્રિપલ અકસ્માત, પતિ-પત્ની અને બાળકનું ઘટનાસ્થળે મોત, જાણો વિગત

સુરતમાં ગરબા ક્લાસીસ કેટલા વાગ્યા સુધી ચલાવી શકાશે ? પોલીસ કમિશ્નરે શું બહાર પાડ્યું જાહેરનામું, જાણો વિગત