ન્યૂઝીલેન્ડના કૉલિન મુનરોએ T-20 ક્રિકેટમાં બનાવ્યો આ વર્લ્ડ રેકોર્ડ
મુનરોની આ ધમાકેદાર ઇનિંગની મદદથી ન્યૂઝીલેન્ડ ટીમ 20 ઓવરમાં પાંચ વિકેટ ગુમાવીને 243 રનનો વિશાળ સ્કૉર કરી શકી હતી. મુનરો ઉપરાંત માર્ટિંન ગુપ્ટિલે પણ 63 રનનું યોગદાન આપ્યું. આ બન્ને બેટ્સમેનોએ પહેલી વિકેટની મદદથી 136 રનની ભાગીદારી કરી હતી. આજની મેચમાં મુનરોનું અર્ધશતક 26 બૉલમાં ત્રણ ચોગ્ગા અને ચાર છગ્ગાની મદદથી પુરુ કર્યું હતું.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઆજની વેસ્ટ ઇન્ડિઝ સામેની સદી પહેલા મુનરો વર્ષ 2017માં ભારત સામે અણનમ 109 અને આ વર્ષે બાંગ્લાદેશ વિરુદ્ધ 101 રનની ઇનિંગ રમી ચૂક્યો છે. આજની T-20 મેચમાં મુનરોનું અર્ધશતક 26 બૉલ પર ત્રણ ચોગ્ગા અને ચાર છક્કાની મદદથી પુરુ થયું હતું.
વેસ્ટ ઇન્ડીઝ ટીમ માટે કાર્લૉસ બ્રેથવેટે બે વિકેટ મેળવી. નોંધનીય છે કે વર્ષ 2012માં T-20 ડેબ્યૂ કરનારા મુનરોએ પોતાની પહેલી મેચ દક્ષિણ આફ્રિકા સામે રમી હતી.
મેચમાં ન્યૂઝીલેન્ડની ટીમે ટૉસ જીતીને પહેલા બેટીંગ કરવાનો નિર્ણય લીધો હતો. મેચમાં મુનરોએ માત્ર 47 બૉલમાં સદી પુરી કરી અને 104 રન બનાવીને આઉટ થયો. મુનરોની આ ઇનિંગમાં 3 ચોગ્ગા અને 10 છક્કા સામેલ રહ્યાં.
માઉન્ટ માનગનઇઃ ન્યૂઝીલેન્ડના ડાબોડી બેસ્ટમેન કૉલિન મુનરોએ ઇતિહાસ રચતા T-20 (ઇન્ટરનેશનલ) ક્રિકેટમાં ત્રણ સદી ફટકારનારા પહેલા બેટ્સમેનનો શ્રેય મેળવ્યો છે. કિવી ઓપનર મુનરો ત્રણ T-20 સદી ફટકારનારો દુનિયાનો પહેલો બેટ્સમેન બની ગયો છે, આ રેકોર્ડ તેને માઉન્ટ મૉનગનઇમાં વેસ્ટ ઇન્ડીઝ સામે ત્રીજી અને અંતિમ T-20માં નોંધાવ્યો હતો.
- - - - - - - - - Advertisement - - - - - - - - -