નવી દિલ્હીઃ ટીમ ઇન્ડિયામાં છેલ્લા કેટલાક દિવસોથી ભારે તકરાર ચાલી રહ્યો છે, રોહિત શર્મા અને વિરાટ કોહલી વચ્ચે કેપ્ટનશીપને લઇને વધી રહેલી તકરાર હવે ખુલીને સામે આવી છે. આ મામલે હવે સુનિલ ગાવસ્કરે મોટુ નિવેદન આપ્યુ છે. સુનિલ ગાવસ્કરે બતાવ્યુ કે કેમ વિરાટ કોહલીને કેપ્ટન પદેથી કાઢી મુકવામાં આવ્યો છે.
પૂર્વ ભારતીય બેટ્સમેને સુનિલ ગાવસ્કરે આ માટે આ વર્ષે સપ્ટેમ્બરમાં કોહલીને તેની જવાબદારી બતાવી. જ્યારે ભારતીય બેટ્સમેને કહ્યું હતુ કે તે ટી20 વર્લ્ડકપ બાદ કેપ્ટનશીપ છોડી દેશે અને ટેસ્ટ તથા વનડે ટીમની કેપ્નશીપ કરવાનુ ચાલુ રાખશે. ગાવસ્કરે કહ્યું કે મીડિયામાં ખબર આવ્યા પહેલા કોહલીને એ બતાવી દેવામાં આવ્યુ હતુ અને તેનાથી વધુ તમે શું ઇચ્છો છો.
ઇન્ડિયા ટુડે સાથે વાતચીતમાં સુનિલ ગાવસ્કરે કહ્યં કે, મને લાગે છે કે તમે પણ જાણો છે કે પબ્લિકમાં જાહેરાત પહેલા વિરાટ કોહલીને આના વિશે બતાવી દેવામાં આવ્યુ હતુ. એવુ નથી કે તેને મીડિયા મારફતે વાત જાણવા મળી. સિલેક્શન કમિટીના ચેરમેને તેને પહેલા જ બતાવી દીધુ હતુ અને આ સારી વાત છે. એવુ નથી કે તેને મીડિયાથી જાણવા મળ્યુ છે કે તે વનડે કેપ્ટનશીપમાંથી હટાવી દેવામાં આવ્યો છે. મને લાગે છે કે, તે નિવેદનમાં ફેરફારનુ કારણ બન્યુ જ્યારે તેને કહ્યું હતુ કે તે ટેસટ્ અને વનડે કેપ્ટનશીપ કરવાનુ ચાલુ રાખવા માગે છે.
કોહલીએ બુધવારે પ્રેસ કૉન્ફરન્સમાં ખુલાસો કર્યો કે બીસીસીઆઇએ ક્યારેય તેને ટી20 કેપ્ટનશીપ છોડવા માટે ન હતુ કહ્યું, આનાથી ઉલટુ બીસીસીઆઇ અધ્યક્ષ સૌરવ ગાંગુલીએ કહ્યું હતુ કે તેમને વ્યક્તિગત રીતથી ટી20ની કેપ્ટનશીપ ના છોડવાનો અનુરોધ કર્યો હતો. સુનિલ ગાવસ્કરે આના પર કહ્યું - મને લાગે છે કે ગાંગુલીને પુછવુ જોઇએ કે તેમને શું કહ્યું અને કોહલીએ શું કહ્યું. કોહલીની કૉમેન્ટ બીસીસીઆઇને પિક્ચરમાં નથી લાવતી. મને લાગે છે કે આ તે વ્યક્તિ છે, જેના પુછવુ જોઇએ તેમને એ ધારણા ક્યાંથી મળી કે તેમને કોહલીને આવો મેસેજ આપ્યો છે. તે વ્યક્તિ બીસીસીઆઇ અધ્યક્ષ છે અને તેમને જરૂર પુછવુ જોઇએ કે ફરક કેમ છે.
આ પણ વાંચો-
બેન્કોના કામકાજોમાં પડશે મુશ્કેલીઓ, આજથી બેન્ક કર્મચારીઓ હડતાળ પર, જાણો શું છે મામલો
Bike Tips: બાઇકની બ્રેક મારતી વખતે રહો સતર્ક, આ એક ભૂલ ભારે પડી શકે છે
બોલિવૂડની આ એક્ટ્રેસે લીધી Audi A8L લક્ઝરી કાર, ફક્ત 5.7 સેકન્ડમાં પકડે છે 100ની સ્પીડ