ભારતીય હોકી ટીમના કોચને ખરાબ પ્રદર્શનના કારણે પદ પરથી હટાવાયા
ઑલ્ટ્મેન્સે ભારતીય ટીમને FIHની રેકિંગમાં છઠ્ઠા ક્રમાંકે પહોચાડવા માટે મોટી ભૂમિકા ભજવી હતી. 63 વર્ષના ડચ કોચ ઑલ્ટમેન્સ તેના પહેલા હોલેન્ડ અને પાકિસ્તાન જેવી ટીમોંના કોચ પણ રહી ચુક્યા છે. હાઈ પરફોરમેંસ ડાયરેક્ટર ડેવિડ જૉન ટીમના વચગાળાના કોચ તરીકે રહેશે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઓલિંપિયન ખેલાડીઓની આ 24 સભ્યની સમિતિએ ભારતીય હોકીને આગળ લઈ જવા માટે અનેક મહત્વના નિર્ણય લીધા છે જેમાં એક ખાસ નિર્ણય ઑલ્ટમેન્સને કોચના પદ પરથી હટાવવાનો નિર્ણય પણ લીધો છે.
ઑલ્ટમેન્સ 2013થી લઈને 2017 સુધી અલગ અલગ ભૂમિકાઓમાં ભારતીય હોકી સાથે જોડાયેલા રહ્યા છે. વર્ષ 2012ના લડંન ઓલિંપિકમાં 12માં સ્થાન પર રહેનાર ભારતીય હોકી ટીમે ઑલ્ટમેન્સની આગેવાનીમાં રિયોમાં આઠમાં સ્થાન સુધી પહોંચ્યા હતા.
નવી દિલ્લી: ભારતીય હોકી ટીમના વિદેશી કોચ રોલંટ ઓલ્ટમેસને પદ પરથી હટાવવામાં આવ્યો છે. હોકી ઈન્ડિયાના પરફોરમેંસ અને ડેવલપમેન્ટ સમિતિએ દિલ્લીમાં યોજાયેલી ત્રણ દિવસીય બેઠક બાદ આ મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો.
આ સમિતિએ જણાવ્યું છે કે, ભારતીય પુરુષ ટીમે વર્લ્ડ લીગની સેમીફાઈનલ અને યૂરોપીયન પ્રવાસ દરમિયાન પ્રદર્શન સારું રહ્યું નહોતું પરંતુ આ નિર્ણય માત્ર છેલ્લા પ્રદર્શનના આધાર પર જ નહીં પણ ટીમના ભવિષ્યને ધ્યાનમાં રાખીને કરવામાં આવ્યો છે. સમિતિ પ્રમાણે આગામી એશિયન ગેમ્સ, કોમનવેલ્થ ગેમ્સ, વર્લ્ડ કપ અને 2020 ઓલિંપિક રમતોને ધ્યાનમા રાખીને નિર્ણય લેવામાં આવ્યો છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -