બજરંગ પૂનિયાની ક્વાર્ટર ફાઈનલમાં જીત થઈ છે. આ સાથે જ તેની સેમી ફાઈનલમાં એન્ટ્રી થઈ ગઈ છે. બજરંગ પૂનિયાએ ક્વાર્ટર ફાઈનલમાં ઇરાનના ખેલાડીને હરાવ્યો છે.
આ પહેલા બજરંગ પૂનિયાએ પ્રી-ક્વાર્ટર ફાઇનલ મેચ જીતી લીધી હતી. બજરંગ પૂનિયાને કિર્ગિસ્તાનના એર્નાઝર અકમતાલીવ તરફથી શાનદાર ટક્કર મળી અને મેચ 3-3થી ટાઈ થઈ. પરંતુ બજરંગ પૂનિયાએ બે પોઈન્ટનો દાવ લગાવ્યો અને તેની સાથે જ તેને વિજેતા જાહેર કરવામાં આવ્યા છે. જો બજરંગ તેની આગામી બંને મેચ જીતે તો ભારત માટે મેડલ કન્ફર્મ થઈ જશે.
ભારતીય મહિલા હોકી ટીમની હાર
ભારતીય મહિલા હોકી ટીમની બ્રિટેન સામે હાર થઈ છે. બ્રોન્ઝ મેડલ માટે રમાયેલી મેચમાં ભારતની 4-3થી હાર થઈ છે. આ સાથે જ ભારતના બ્રોન્ઝ મેડલ જીતવાની આશા પર પાણી ફરી વળ્યું છે.
પ્રથમ બે ક્વાર્ટરમાં ભારતની નબળી શરૂઆત રહી હતી. ભારતીય મહિલા હોકી ટીમ 0-2થી પાછળ ચાલી રહી હતી. જોકે બાદમાં ભારતીય મહિલા હોકી ટીમે શાનદાર વાપસી કરી હતી અને ત્રણ ગોલ ફટકારીને ટીમ 3-2થી લીડ મેળવી લીધી હતી. જોકે બાદમાં ફરીથી બ્રિટેને ગેમમાં વાપસી કરી હતી અને એક ગોલ ફટકારીને 3-3થી મેચ બરાબરી પર લાવી દીધી હતી. જોકે બાદમાં ચોથા ક્વાર્ટરમાં ફરી બ્રિટને વાપસી કરી હતી અને વધુ એક ગોલ ફટકારીની બ્રિટેને 4-3થી લીડ મેળવી લીધી હતી.
ભારતીય મહિલા હોકી ટીમે આર્જિન્ટિના સામેની સેમી ફાઈનલમાં શાનદાર પ્રદર્શન કર્યું હતું. વર્લ્ડ નંબર ટુ આર્જેન્ટિના સામેની સેમી ફાઈનલ મેચમાં ભારત વતી ગુરજિત કૌરે બીજી જ મિનિટે પહેલો ગોલ ફટકારીને ભારતને શાનદાર શરૂઆત કરાવી હતી. જોકે, આ પછી આર્જેન્ટિનાએ સારી રમત બતાવીને 2 ગોલ કર્યા હતા. અને અંતે સેમી ફાઈનલમાં ભારતીય મહિલા હોકી ટીમની 2-1થી હાર થઈ હતી.