India At Paris Olympics 2024 28th July Schedule: પેરિસમાં ચાલી રહેલી ઓલિમ્પિક 2024 સત્તાવાર રીતે શુક્રવાર, જુલાઈ 26 ના રોજ શરૂ થઈ ગઇ છે. વાસ્તવમાં ભારતે 25મી જુલાઈએ જ પોતાના અભિયાનની શરૂઆત કરી હતી. હવે આજે એટલે કે 28મી જુલાઈ, રવિવારના રોજ ભારત એક નહીં પરંતુ બે મેડલ મેળવી શકે છે. શૂટિંગમાં પહેલો મેડલ જીતી શકાય છે. આ સિવાય ભારત તીરંદાજીમાં પણ મેડલ મેળવી શકે છે. મનુ ભાકર શૂટિંગમાં પહેલો મેડલ લાવી શકે છે.
ભારતે છેલ્લે 2012માં શૂટિંગમાં મેડલ જીત્યો હતો. જો મનુ ભાકર આજે મેડલ જીતે છે તો તે શૂટિંગમાં ઓલિમ્પિક મેડલ જીતનારી પ્રથમ મહિલા શૂટર બની શકે છે. હવે તે જોવાનું રસપ્રદ રહેશે કે તે ગૉલ્ડ મેળવવા માટે સક્ષમ છે કે નહીં. મનુ ભાકર 10 મીટર એર પિસ્તોલની ફાઇનલમાં પ્રવેશ કરશે.
આ ઉપરાંત, અંકિતા ભક્ત, દીપિકા કુમારી અને ભજન કૌરની મહિલા તીરંદાજી ટીમ ગુરુવારે રેન્કિંગ રાઉન્ડમાં ચોથા સ્થાને રહી હતી અને સાંજે 5:45 વાગ્યે ક્વાર્ટર ફાઇનલમાં યજમાન ફ્રાન્સ અથવા નેધરલેન્ડ્સ સામે ટકરાશે. ત્યાર બાદ જો ટીમ અહીંથી સેમીફાઈનલ હારી જશે, તો તે રાત્રે 8:18 કલાકે બ્રૉન્ઝ મેડલ મેચ રમશે. જો તે સેમિફાઇનલ જીતીને ફાઇનલમાં સ્થાન નિશ્ચિત કરે છે, તો તે રાત્રે 8:41 વાગ્યે ગૉલ્ડ મેડલ મેચ રમશે.
ઓલિમ્પિક્સમાં 28 જુલાઇએ આવું છે ભારતનું શિડ્યૂલ -
તીરંદાજી -
મહિલા ટીમ ક્વાર્ટર ફાઈનલ - અંકિતા ભકત, દીપિકા કુમારી અને ભજન કૌર - સાંજે 5:45 કલાકે
મહિલા ટીમ સેમીફાઇનલ (લાયકાતના આધારે) - અંકિતા ભકત, દીપિકા કુમારી અને ભજન કૌર - સાંજે 7:17 કલાકે
મહિલા ટીમ બ્રૉન્ઝ મેડલ મેચ - (લાયકાતના આધારે) - અંકિતા ભકત, દીપિકા કુમારી અને ભજન કૌર - રાત્રે 8:18 કલાકે
મહિલા ટીમ ગૉલ્ડ મેડલ મેચ - (લાયકાતના આધારે) - અંકિતા ભકત, દીપિકા કુમારી અને ભજન કૌર - રાત્રે 8:41 કલાકે.
શૂટિંગ -
મહિલાઓની 10 મીટર એર રાઈફલ શૂટિંગ લાયકાત - ઈલાવેનિલ વાલારિવાન અને રમિતા જિંદાલ - બપોરે 12:45 કલાકે
પુરુષોની 10 મીટર એર રાઈફલ શૂટિંગ લાયકાત - સંદીપ સિંહ અને અર્જુન બાબૌતા - બપોરે 2:45 કલાકે
મહિલાઓની 10 મીટર એર પિસ્તોલ ફાઇનલ - મનુ ભાકર - બપોરે 3:30 કલાકે
રૉઇંગ -
મેન્સ સિંગલ્સ સ્કલ્સ રિપેચેજ 2 - બલરાજ પંવાર - બપોરે 1:18 કલાકે
બોક્સિંગ -
મહિલાઓનો 50 કિગ્રા રાઉન્ડ ઓફ 32 - નિખત ઝરીન વિ વો મેક્સી કેરિના ક્લૉત્ઝર - બપોરે 3:50 કલાકે
બેડમિન્ટન -
મહિલા સિંગલ્સ ગ્રુપ - પીવી સિંધુ વિ ફાતિમથ નબાહા અબ્દુલ રઝાક - બપોરે 12:50 કલાકે
મેન્સ સિંગલ ગ્રુપ - HS પ્રણય વિ ફેબિયન રોથ - રાત્રે 8:00 કલાકે
મેન્સ સિંગલ સ્કલ્સ રેપેચેજ 2 - બલરાજ પંવાર - બપોરે 1:18 કલાકે
બૉક્સિંગ -
મહિલાઓનો 50 કિગ્રા રાઉન્ડ ઓફ 32 - નિખત ઝરીન વિ વો મેક્સી કેરિના ક્લૉત્ઝર - બપોરે 3:50 કલાકે
બેડમિન્ટન -
મહિલા સિંગલ્સ ગ્રુપ - પીવી સિંધુ વિ ફાતિમથ નબાહા અબ્દુલ રઝાક - બપોરે 12:50 કલાકે
મેન્સ સિંગલ ગ્રુપ - HS પ્રણય વિ ફેબિયન રોથ - રાત્રે 8:00 કલાકે
બેડમિન્ટન -
મહિલા સિંગલ્સ ગ્રુપ - પીવી સિંધુ વિ ફાતિમથ નબાહા અબ્દુલ રઝાક - 12:50 કલાકે
મેન્સ સિંગલ ગ્રુપ - HS પ્રણય વિ ફેબિયન રોથ - રાત્રે 8:00 કલાકે
ટેબલ ટેનિસ -
મહિલા સિંગલ્સ રાઉન્ડ ઓફ 64 - શ્રીજા અકુલા વિ ક્રિસ્ટીના કાલબર્ગ - બપોરે 2:15 કલાકે
મેન્સ સિંગલ્સ રાઉન્ડ ઓફ 64 - શરથ કમલ વિ ડેની કોઝુલ - બપોરે 3:00 કલાકે
મહિલા સિંગલ્સ રાઉન્ડ ઓફ 64 - મનિકા બત્રા વિ અન્ના હર્સી - સાંજે 4:30 કલાકે
ટેબલ ટેનિસ -
મહિલા સિંગલ્સ રાઉન્ડ ઓફ 64 - શ્રીજા અકુલા વિરૂદ્ધ ક્રિસ્ટીના કાલબર્ગ - 2:15 કલાકે
મેન્સ સિંગલ્સ રાઉન્ડ ઓફ 64 - શરથ કમલ વિરૂદ્ધ ડેની કોઝુલ - 3:00 કલાકે
મહિલા સિંગલ્સ રાઉન્ડ ઓફ 64 - મનિકા બત્રા વિરૂદ્ધ અન્ના હર્સી - સાંજે 4:30 કલાકે
ટેનિસ -
મેન્સ ડબલ્સનો પ્રથમ રાઉન્ડ - રોહન બોપન્ના/એન શ્રીરામ બાલાજી વિરૂદ્ધ ગેલ મોનફિલ્સ/એડોઅર્ડ રોજર-વેસેલિન - 3:30 કલાકે
મેન્સ સિંગલ્સનો પ્રથમ રાઉન્ડ - સુમિત નાગલ વિ કોરેન્ટિન મૌટેટ - બપોરે 3:30 કલાકે