ટોક્યો ઓલિમ્પિક 2020 રમતોમાં ભાલા ફેંકમાં ગોલ્ડ મેડલ વિજેતા નીરજ ચોપરા ટ્વિટર ઉપર વૈશ્વિક સ્તર પર ત્રીજો સૌથી ચર્ચિત એથલીટ હતો, જ્યારે હોકી ભારતમાં ટ્વિટર પર સૌથી વધારે ચર્ચામાં રહેલી રમત હતી. 2016 રિયો ઓલિમ્પિકની તુલનામાં આ  134 ટકાનો વધારો નોંધાયો છે.

  
અંતિમ દિવસે નીરજ ચોપરાની સફળતા  બાદ, આધિકારીક ઓલિમ્પિક હેન્ડલ પરથી ટ્વિટ કરવામાં આવેલો વીડિયો ભારતમાં સૌથી વધુ જોનારો ઓલિમ્પિક વીડિયો હતો


23 વર્ષીય નીરજ ચોપરાની ગોલ્ડ મેડલ જીતવાની  ઓલિમ્પિક યાત્રા માટે  દેશવાસીઓના સમર્થન માટે  કરવામાં આવેલું ટ્વિટ ભારતમાં ઓલિમ્પિક્સની ચર્ચામાં  સૌથી વધુ પસંદ કરાયેલ ટ્વિટ અને સૌથી વધારે રિ-ટ્વિટ કરાયેલ ટ્વિટ હતી. આ એજ  ટ્વીટ  હતી જેમાં સૌથી વધુ જવાબો મળ્યા.


હોકી ભારતમાં ટ્વિટર પર ઓલિમ્પિક રમત વિશે સૌથી વધુ ચર્ચામાં રહી હતી, જ્યારે અન્ય રમત કે જેણે વાતચીતમાં મોટા પ્રમાણમાં વધારો નોંધાવ્યો હતો તે ભાલા ફેંક (+5631%) અને ગોલ્ફ (+703%) હતી. , જ્યાં અદિતિ અશોક ગેમ્સમાં દેશનું પ્રતિનિધિત્વ કરનાર પ્રથમ ભારતીય ગોલ્ફર બની હતી.


અન્ય રમતોની પણ લોકપ્રિયતામાં વધારો


ભારતમાં હોકી સિવાય અન્ય રમતોની ચર્ચામાં વધારો થયો છે, તેમાં ભાલા ફેંક અને ગોલ્ફ સામેલ છે. ગોલ્ફમાં અદિતી અશોક પહેલી ભારતીય મહિલા ગોલ્ફર હતી, જેણે ઓલિમ્પિકમાં દેશનું પ્રતિનિધિત્વ કર્યું. તલવારબાજીમાં ભવાની દેવીની ચર્ચામાં પણ ખૂબ જ વધારો થયો છે.


ભારતમાં સૌથી વધુ ચર્ચામાં રહ્યા આ ખેલાડીઓ


નીરજ ભારતમાં સૌથી વધારે ચર્ચામાં રહેતા એથલીટ રહ્યો, તો આ મામલે વેટલિફ્ટર મીરાબાઈ ચાનૂ બીજા નંબરે, બેડમિન્ટન ખેલાડી પીવી સિંધૂ ત્રીજા નંબરે, બોક્સર લવલીના ચોથા નંબર પર, પહેલવાન બજરંગ પૂનિયા પાંચમાં નંબર પર અને મહિલા હોકી ટીમની કેપ્ટન રાની રામપાલ છઠ્ઠા નંબર પર રહી છે. આ તમામ ખેલાડીઓ વિશે સોશિયલ સાઈટ્સ પર સૌથી વધારે ચર્ચા થઈ છે.