નવી દિલ્લી:હરિયાણા સરકારે ટોકિયો પેરા ઓલ્મિપિકમાં ગોલ્ડ મેડલ વિનર નિશાનબાઝ મનીષ નરવાલ અને સિલ્વર મેડલ જીતનાર સિઘરાજ અડાનાન માટે ઇનામની જાહેરાત કરી છે મનીષ નરવાલને હરિયાણા સરકાર 6 કરોડ રૂપિયા આપશે અને સિઘરાજ અડાનાને 4 કરોડ રૂપિયા આપશે, ઉપરાંત બંને શૂટરને સરકારી નોકરી આપવામાં આવશે.
19 વર્ષિય નરવાલે પેરાઓલ્મિપિકમાં રેકોર્ડ બનાવતા 218.2નો સ્કોર કર્યો તો બીજી તરફ પી1 પુરૂષોમાં એસ મીટર એર પિસ્તોલ એસએચ1 સ્પર્ઘામાં મંગળવારે કાસ્ય પદક જીત્યો. અડાનાએ 216,7 અંક બનાવીને રજત પદક પ્રાપ્ત કર્યો.
હરવિંદર સિંહે રચ્યો ઇતિહાસ
હરવિંદર સિંહે કોરિયાઇ શૂટર 6-5થી પાછળ છોડતા મેડલ અપાવ્યો. તેમણે જર્મનના મૈક સ્જાર્સર્જેવ્સ્કીએ 6-2થી હરાવીને આ ઇવેન્ટના સેમિફાઇલનમાં સ્થાન મેળવી લીધું છે. ત્યારબાદ ફાઇનલમાં તેમણે શૂટ ઓફમાં જીત મેળવી. તેમણે દક્ષિણ કોરિયાના કિમ મૂન સૂને હરાવીને પુરૂષ વ્યક્તિત્વ રિકર્વ આર્ચરી ઇવેન્ટમાં બ્રોન્ઝ જીત્યો.
PM મોદીએ આપી શુભકામના
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ હરવિંદર સિંહને શુભકામના પાઠવી છે. તેમણે ટ્વિટર પર લખ્યું. “હરવિંદરે શાનદાર પ્રદર્શન કર્યું. તેમણે ઉત્તમ પ્રતિભાનું પ્રદર્શન કર્યું.જેના કારણે જ ભારતને 13મો મેડલ મળ્યો. ઐતિહાસિક બ્રોન્ઝ મેડલ જીતવા પર મુબારકબાદ, અમને તેમના પર ગર્વ છે અને તેમને ઉજ્જળ ભવિષ્ય માટે શુભકામના.
શુક્રવારે મળ્યાં ત્રણ મેડલ
આ પહેલા શુક્રવારે ટોકિયો ઓલિમ્પિકમાં પેરા એથલિટમાં પ્રવીણ કુમારને હાઇ જમ્પમાં સિલ્વર મેડલ જીત્યો.જ્યારે શૂટરમાં અવિની લખેરાએ 50 મીટર રાઇફલ થ્રોમાં પોઝિશન એસએચ1માં ત્રીજા સ્થાન પર રહેતા બ્રોન્ઝ મેડલ મેળવ્યો
ઉપરાંત મહિલા શૂટર અવની લેખારાએ બ્રોન્ઝ મેડલ જીત્યો હતો. તેણે મહિલાઓની 50 મીટર રાઇફલ થ્રી પોઝિશન ઇવેન્ટમાં આ મેડલ મેળવ્યો હતો. ટોક્યો પેરાલિમ્પિક્સમાં અવનીનો આ બીજો મેડલ હતો. તેણે આ અગાઉ ગોલ્ડ મેડલ જીત્યો હતો. પેરાલિમ્પિક્સ ગેમ્સના ઇતિહાસમાં ગોલ્ડ મેડલ જીતનાર પ્રથમ ભારતીય મહિલા પણ છે.