Paris Olympics 2024: ભારતીય નાવિક વિષ્ણુ સરવનને સારું પ્રદર્શન કર્યુ છે અને એડિલેડમાં આયોજિત આઈએલસીએ વર્લ્ડ ચેમ્પિયનશીપમાં 26માં સ્થાન પર રહ્યો. જેની સાથે તેણે પેરિસ ઓલિમ્પિક 2024માં સ્થાન સુરક્ષિત કર્યુ. જે નૌકાયનમાં ભારતનું પ્રથમ સ્થાન છે. જે પેરિસ ઓલિમ્પિક 2024માં ભારત દ્વારા હાંસલ કરવામાં આવેલો 36મો ક્વોટો છે. વિષ્ણુએ આઈએલસીએ વર્લ્ડ ચેમ્પિયનશિપમાં સાત ઉપલબ્ધ ઓલિમ્પિક સ્લોટમાંથી એક હાંસલ કર્યો છે.


સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ઈન્ડિયાએ એક્સ પર પોસ્ટ શેર કરીને લખ્યું, આ આયોજનમાં ઉપલબ્ધ 7 ઓલિમ્પિક ક્વોટમાંથી એકને હાંસલ કરીને ટોપ સ્કીમ એથ્લિટ વિષ્ણુએ અનેક એશિયન નાવિકોને પછાડીને કુલ 26મું સ્થાન હાંસલ કર્યુ અને પેરિસ ક્વોટા સુરક્ષિત કર્યો.


આઈએલસીએ 7 મેન વર્લ્ડ ચેમ્પિયનશિપમાં પેરિસ 2024 માટે ક્વોલિફાઇંગ ઈવેંટના રૂપમાં કામ કર્યું. જેમાં એવા દેશોના ક્વોટા સામેલ હતા જેમણે પહેલા ક્યારેય ઓલિમ્પિક માટે ક્વોલિફાય કર્યુ નહોતું. એડિલેડ મીટમાં પ્રસ્તાવિત અન્ય છ દેશોમાં ગ્વાટેમાલા, મોંટેનેગ્રો, ચિલી, ડેનમાર્ક, તુર્કી અને સ્વીડનને આપવામાં આવ્યા.


સરવનને 2019 અંડર  21 વર્લ્ડ ચેમ્પિયનશિપમાં કાંસ્ય પદક વિજેતા છે, તેણે ટોક્યો 2020માં ભારતનું પ્રતિનિધિત્વ કર્યું હતું અને 20માં સ્થાને રહ્યો હતો. ટોક્યો ઓલિમ્પિકમાં ભારતના નોકાયાનમાં વરુણ ઠક્કર, નેથરા કુમાનન, સરવનન, કે.સી.ગણપતિ એમ 4 પ્રતિનિધિ હતા.