Rohan Bopanna & Matt Ebden: ભારતીય ટેનિસ સ્ટાર રોહન બોપન્નાએ ઈતિહાસ રચી દીધો છે. વાસ્તવમાં, રોહન બોપન્ના અને મેટ એબ્ડેન ઓસ્ટ્રેલિયન ઓપનની સેમિ ફાઇનલમાં પહોંચી ગયા છે. 44 વર્ષીય રોહન બોપન્ના અને મેટ એબ્ડેને ક્વાર્ટર ફાઈનલ મેચ 6-4, 7-6 (7-5)થી જીતીને સેમિફાઈનલમાં પ્રવેશ કર્યો હતો. વળી, આ જીત પછી રોહન બોપન્ના અને મેટ એબ્ડેન મેન્સ ડબલ્સમાં વર્લ્ડ નંબર-1 બની ગયા છે.


આર્જેન્ટીનાના મેક્સિમો ગૉન્ઝાલેજ અને આન્દ્રેસ મોલટેનીને હરાવ્યા - 
ઓસ્ટ્રેલિયન ઓપનની ક્વાર્ટર ફાઈનલ મેચમાં આર્જેન્ટિનાના મેક્સિમો ગોન્ઝાલેઝ અને એન્ડ્રેસ મોલ્ટેનીનો સામનો રોહન બોપન્ના અને મેટ એબ્ડેન સામે થયો હતો, પરંતુ રોહન બોપન્ના અને મેટ એબ્ડેને વિરોધી ખેલાડીઓને કોઈ તક આપી ન હતી. મેક્સિમો ગોન્ઝાલેઝ અને એન્ડ્રેસ મોલ્ટેનીનો 6-4, 7-6 (7-5)થી પરાજય થયો હતો. આ રીતે રોહન બોપન્ના અને મેટ એબ્ડેન ઓસ્ટ્રેલિયન ઓપનની સેમીફાઈનલમાં પહોંચી ગયા છે. ઉપરાંત, રોહન બોપન્ના અને મેટ એબ્ડેન મેન્સ ડબલ્સમાં વર્લ્ડ રેન્કિંગમાં ટોચ પર પહોંચી ગયા છે.






આ પહેલા રોહન બોપન્ના અને તેના પાર્ટનર ઓસ્ટ્રેલિયાના મેટ એબ્ડેને નેધરલેન્ડના વેસ્લી કૂલહોફ અને ક્રોએશિયાના નિકોલા મેક્ટિકની જોડીને સીધા સેટમાં પરાજય આપ્યો હતો. ભારત અને ઓસ્ટ્રેલિયાની બીજી ક્રમાંકિત જોડીએ કુલહોફ અને મેક્ટિકની ભૂતપૂર્વ વિશ્વની નંબર વન જોડી સામે 7-6 7-6થી જીત નોંધાવી હતી. હવે, ક્વાર્ટર ફાઈનલ મેચમાં રોહન બોપન્ના અને મેટ એબ્ડેને આર્જેન્ટિનાના મેક્સિમો ગોન્ઝાલેઝ અને એન્ડ્રેસ મોલ્ટેનીને 6-4, 7-6 (7-5)થી પરાજય આપ્યો છે.






-