Lausanne Diamond League: ભારતના સ્ટાર જેવલિન થ્રૉઅર નીરજ ચોપડાએ ફરી એકવાર કમાલ કર્યો છે. નીરજ ચોપડા (Neeraj Chopra)એ સતત બીજીવાર ડાયમન્ડ લીગ (Lausanne Diamond League) જીતી લીધી છે. લૉજેનમાં તેને 87.66 મીટર દુર ભાલો ફેંકીને પહેલું સ્થાન મેળવ્યુ છે, પહેલા પ્રયાસમાં જ નીરજ ચોપડાને કોઇ પૉઇન્ટ ન હતા મળ્યા, બીજા પ્રયાસમાં તેને 83.52 મીટર દુર ભાલો ફેંક્યો હતો. 


ભારતના સ્ટાર જેવલિન થ્રૉઅર નીરજ ચોપરાએ શુક્રવારે મોડી રાત્રે લૉજેન ડાયમંડ લીગમાં ગૉલ્ડ મેડલ જીત્યો છે. સ્વિટ્ઝર્લેન્ડના લૉજેન શહેરમાં રમાઈ રહેલી આ ટૂર્નામેન્ટમાં નીરજનો પ્રથમ પ્રયાસ ફાઉલ હતો. તેને 5મા પ્રયાસમાં 87.66 મીટર ભાલો ફેંક્યો અને આ સ્કૉરથી તેને ગૉલ્ડ મેડલ પોતાના નામે કર્યો હતો. અહીં બીજા સ્થાને રહેલા જર્મનીના જુલિયન વેબરે 87.03 મીટરના થ્રૉ સાથે સિલ્વર મેડલ જીત્યો હતો. ત્રીજા નંબરે ચેક રિપબ્લિકના જેકબ વડલેજ છે. તેને 86.13 મીટરના થ્રૉ સાથે બ્રૉન્ઝ મેડલ જીત્યો હતો.


આ વર્ષે એટલે કે 2023માં નીરજ ચોપરાનો આ બીજો ગૉલ્ડ મેડલ છે. તેને મે મહિનામાં દોહા ડાયમંડ લીગમાં પણ ગૉલ્ડ મેડલ જીત્યો હતો. નીરજનો આ 8મો ઇન્ટરનેશનલ ગૉલ્ડ મેડલ છે. આ પહેલા નીરજ એશિયન ગેમ્સ, સાઉથ એશિયન ગેમ્સ, ઓલિમ્પિક્સ અને ડાયમંડ લીગમાં પણ ગૉલ્ડ મેડલ જીતી ચૂક્યો છે.


મુરલી શ્રીશંકર મેડલ જીતી શક્યો ન હતો
નીરજ ઉપરાંત અન્ય એક ભારતીય લાંબા જમ્પર મુરલી શ્રીશંકરે પણ ડાયમંડ લીગમાં ભાગ લીધો હતો. તેને પ્રથમ 5 પ્રયાસોમાં 7.75, 7.63, 7.88, 7.59 અને 7.66 મીટર કૂદકો માર્યો હતો. પરંતુ આ સ્કૉર મેડલ જીતવા માટે પૂરતો નહોતો, તે પાંચમા સ્થાને રહ્યો.


 


કુસ્તીબાજોની અટકાયત પર છલકાયુ નીરજ ચોપરાનું દર્દ, જાણો ટ્વિટ કરી શું કહ્યુ?


દિલ્હીના જંતર-મંતર પર બીજેપી સાંસદ બ્રિજભૂષણ શરણ સિંહનો વિરોધ કરી રહેલા કુસ્તીબાજો સામે કાર્યવાહી કરતા દિલ્હી પોલીસે તેમની અટકાયત કરી હતી. કુસ્તીબાજો જંતર-મંતરથી નવા સંસદ ભવન તરફ કૂચ કરવા માંગતા હતા ત્યારે પોલીસે તેમની અટકાયત કરી હતી. જોકે મોડી સાંજે કુસ્તીબાજોને મુક્ત કરવામાં આવ્યા હતા. હવે જેવલિન થ્રોઅર અને ટોક્યો ઓલિમ્પિકના ગોલ્ડ મેડલ વિજેતા નીરજ ચોપરાએ આ સમગ્ર ઘટના પર દુઃખ વ્યક્ત કર્યું છે. કુસ્તીબાજ સાક્ષી મલિકના વીડિયોને ટેગ કરતાં નીરજ ચોપરાએ લખ્યું હતું કે , 'આ જોઇને મને દુઃખ થઇ રહ્યું છે. તેમની સાથે વ્યવહાર કરવાની વધુ સારી રીત હોવી જોઇતી હતી. રવિવારે બજરંગ પૂનિયા, સાક્ષી મલિક, વિનેશ ફોગાટ જેવા ટોચના કુસ્તીબાજો નવી સંસદ ભવન તરફ કૂચ કરવા અને 'મહિલા મહાપંચાયત' યોજવાનું આયોજન કરી રહ્યા હતા. કુસ્તીબાજોને શરૂઆતમાં જંતર-મંતર છોડવાની મંજૂરી આપવામાં આવી હતી, જ્યાં તેઓ 24 એપ્રિલથી વિરોધમાં બેઠા હતા. જો કે, કુસ્તીબાજોએ ધરણાં સ્થળની આસપાસના બેરિકેડ્સને ઓળંગતાની સાથે જ પોલીસ દ્વારા તેમને કસ્ટડીમાં લેવામાં આવ્યા હતા.


નીરજે દોહા ડાયમંડ લીગ જીતી


બીજી તરફ નીરજ ચોપરાની વાત કરીએ તો તેણે આ મહિને 5 મેના રોજ દોહા ડાયમંડ લીગનો ખિતાબ જીત્યો હતો. દોહાના કતાર સ્પોર્ટ્સ ક્લબમાં આયોજિત સ્પર્ધામાં નીરજે પહેલા પ્રયાસમાં જ 88.67 મીટર દૂર ભાલો ફેંક્યો હતો. નીરજનો આ પહેલો થ્રો સ્પર્ધાનો સર્વશ્રેષ્ઠ થ્રો હતો. તે સ્પર્ધામાં ચેક ખેલાડી જેકબ બીજા સ્થાને રહ્યો હતો. ગ્રેનાડાના એન્ડરસન પીટર્સ ત્રીજા સ્થાને છે. ગયા વર્ષની વર્લ્ડ ચેમ્પિયનશિપમાં એન્ડરસન પીટર્સે નીરજ ચોપરાને હરાવીને ગોલ્ડ જીત્યો હતો. આ શાનદાર પ્રદર્શનના કારણે નીરજ ચોપરા વર્લ્ડ એથ્લેટિક્સ રેન્કિંગમાં નંબર વન પર આવી ગયો. નીરજ ચોપરાના હાલમાં 1455 પોઈન્ટ છે જે વર્તમાન વર્લ્ડ ચેમ્પિયન એન્ડરસન પીટર્સ કરતા 22 પોઈન્ટ વધુ છે. નીરજે ગ્રેનાડાના એન્ડરસન પીટર્સને હરાવ્યો હતો. એન્ડરસનના હાલ 1433 પોઈન્ટ છે. ટોપ-5 રેન્કિંગમાં પાકિસ્તાનનો અરશદ નદીમ પણ છે.


 


Join Our Official Telegram Channel:


https://t.me/abpasmitaofficial