Lovlina Borgohain: ઓલંપિક મેડલ વિજેતા લવલીના બોર્ગોહેને મોટો આરોપ લગાવ્યો છે. લવલીનાએ પોતાના ટ્વીટર પર કરેલી એક પોસ્ટમાં પોતાની વ્યથા વર્ણવી છે. લવલીનાએ પોસ્ટમાં લખ્યું કે, આજે હું ખુબ જ દુઃખ સાથે કહી રહી છું કે, મારી સાથે ખુબ સતામણી ( harassment) કરવામાં આવી રહી છે. દર વખતે મારા કોચ જેમણે મને ઓલંપિક મેડલ જીતવામાં મદદ કરી છે, તેમને વારંવાર હટાવીને મારી ટ્રેનિંગ પ્રક્રિયા અને સ્પર્ધામાં હંમેશા હેરાનગતી કરવામાં આવી રહી છે.






ઉલ્લેખનીય છે કે, થોડા જ દિવસોમાં કોમનવેલ્થ ગેમ્સ શરુ થવા જઈ રહ્યું છે. ત્યારે લવલીનાએ આ મોટો આક્ષેપ લગાવ્યો છે.


કોચ દ્રોણાચાર્ય એવોર્ડ જીતી ચુક્યા છેઃ
ઓલંપિક મેડલ વિજેતા લવલીના બોર્ગોહેને આગળ કહ્યું કે, તેમના એક કોચ સંધ્યા ગુરંગજી દ્રોણાચાર્ય એવોર્ડ પણ જીતી ચુક્યા છે. લવલીનાએ કહ્યું કે, મારા બંને કોચને કેમ્પમાં પણ ટ્રેનિંગ માટે હજાર વખત હાથ જોડ્યા બાદ બહું મોડું થયા બાદ સમાવેશ કરવામાં આવે છે.


જાણો કોણ છે લવલીના બોર્ગોહેનઃ
ભારતીય મહિલા બોક્સર લવલીના બોર્ગોહેને 2018માં વિશ્વ મહિલા બોક્સિંગ ચેમ્પિયનશિપ અને 2019માં વિશ્વ મહિલા બોક્સિંગ ચેમ્પિયનશિપમાં બોન્ઝ મેડલ જીત્યો હતો. આ પછી લવલીનાએ 2020ના ટોકીયો ઓલંપિકમાં ભારત માટે બ્રોન્ઝ મેડલ જીતને ઈતિહાસ રચ્યો હતો. બોક્સર વિજેન્દ્ર કુમાર (2008) અને એમ.સી મેરિકોમ (2012) પછી બોક્સિંગમાં ભારત માટે ઓલંપિક મેડલ જીતનાર ત્રીજી ભારતીય અને બીજી મહિલા બોક્સર લવલીના છે.


આ સમગ્ર મામલે કોંગ્રેસ નેતા પ્રિયંકા ગાંધી વાડ્રાએ પણ લવલીનાનું ટ્વીટ રિ-ટ્વીટ કરીને લખ્યું કે, લવલીના દેશની શાન છે અને દરેક રીતે તેને સમર્થન અને મદદ મળવી જોઈએ. મને આશા છે કે, સરકાર આ સમગ્ર મામલે એક્શન લેશે.