Who is Anderson Peters: અંતે તે જ થયુ તેનો અંદેશો હતો, વર્લ્ડ એથ્લેટિક્સ ચેમ્પીયનશીપની ફાઇનલમાં ગૉલ્ડ માટે નીરજ ચોપડા (Neeraj Chopra)ના રસ્તામાં એક સૌથી મોટો પડકાર આવ્યો, આ પડકારનુ નામ છે એન્ડરસન પીટર્સ. નીરજ ચોપડાની સફળતાની વાતો બધા કરે છે, પરંતુ બહુ ઓછા લોકો જાણતા હશે કે નીરજ ચોપડાને વારંવાર ગૉલ્ડથી જે રોકી રાખે છે તે છે એન્ડરસન પીટર્સ, જાણો કોણ છે આ એન્ડરસન પીટર્સ.


એન્ડરસન પીટર્સ એક શાનદાર એથ્લેટિક્સ છે, એન્ડરસન પીટર્સનો જન્મ 21 ઓક્ટોબર 1997ના રોજ ગ્રેનાડામાં થયો હતો, હાલમાં તેની ઉંમર 24 વર્ષ છે, પીટર્સ અને નીરજ ચોપડા બન્ને એકસરખી જ ઉંમરના એથ્લેટિક્સ છે. ગ્રેનાડા એ એક કેરેબિયન સમુદ્રનો એક ટાપુ દેશે છે. પીટર્સે  CARIFTA ગેમ્સ ચેમ્પીયનશીપ 2016માં બ્રૉન્ઝ મેડલ જીતીને બધાને ચોંકાવી દીધા હતા, આ પછી તે સતત સફળતાના માર્ગે આગળ વધવા લાગ્યો હતો. 






વારંવાર નીરજને ગૉલ્ડ લેતા રોકી રહ્યો છે પીટર્સન - 
એન્ડરસન પીટર્સે 90.54 મીટરનો ભાલો ફેંકીને ગૉલ્ડ જીત્યો, વળી, નીરજ ચોપડા 88.13 મીટરનુ સર્વશ્રેષ્ઠ પ્રદર્શન કરી શક્યો. અહીં તેના ક્વૉલિફિકેશન રાઉન્ડમાં પણ પાછળ રહ્યો. એન્ડરસન પીટર્સે પહેલા જ થ્રૉમાં 90.21 મીટરનો ભાલો ફેંકીને પોતાનો ઇરાદો સ્પષ્ટ કરી દીધો હતો. આ પછી નીરજે ગૉલ્ડ  મેડલ જીતવા માટે પોતાનો સર્વશ્રેષ્ઠ પ્રદર્શન કરતો થ્રૉ ફેંક્યો હતો. 


બીજો થ્રૉ- એન્ડરસને ફરી એકવાર 90 મીટરનો કર્યો, આ વખતે 90.46 મીટર. પહેલાથી પણ બેસ્ટ, વળી, નીરજ ચોપડાનો પહેલો થ્રૉ જ્યાં ફાઉલ થયો, બીજા થ્રૉમાં તેને 82.39 મીટર દુર ભાલો ફેંક્યો. 


ત્રીજા ટ્રાયલમાં-  એન્ડરસન પીટર્સે 87.21 અને નીરજે 86.37 મીટર દુર ભાલો ફેંક્યો. એન્ડરસન પીટર્સે ચોથા ટ્રાયલમાં 88.11 મીટર અને નીરજે 88.13 મીટરનો ભાલો ફેંક્યો. એન્ડરસન પીટર્સ પાંચમાં ટ્રાયલમાં 85.83 અને છઠ્ઠા 90.54 મીટર રહ્યો. વળી, નીરજનો પાંચમો અને છઠ્ઠો પ્રયાસ ફાઉલ રહ્યો હતો. ખાસ વાત છે કે, બન્નેની ઉમર એકસરખી જ છે. 


ઉલ્લેખનીય છે કે, વર્ષ 2016ની વાત છે, નીરજે આઇએએએફ વર્લ્ડ અંડર -20 ચેમ્પીયનશીપમાં ગૉલ્ડ જીત્યો હતો, અને એન્ડરસન પીટર્સ ત્રીજા સ્થાન પર રહ્યો હતો. 2018 એ કૉમનવેલ્થ ગેમ્સમાં નીરજ ફરી પહેલા નંબર પર રહ્યો અને એન્ડરસન પીટર્સે બ્રૉન્ઝ મેડલ જીત્યો હતો. ઓલિમ્પિકની વાત કરીએ તો નીરજે ઐતિહાસિક ગૉલ્ડ જીત્યો તો એન્ડરસન પીટર્સ ફાઇનલમાં જગ્યા પણ ન હતો બનાવી શક્યો.  


પરંતુ આ વખતે એન્ડરસન પીટર્સની મહેનત રંગ લાવી અને તેને કંઇક અલગ કરી બતાવ્યુ. સ્કૉકહૉમ ડાયમન્ડ લીગમાં નીરજે 89.94 મીટર ભાલો ફેંકીને નેશનલ રેકોર્ડ બનાવ્યો. પરંતુ એન્ડરસન પીટર્સે અહીં 90 મીટરથી પણ વધુ થ્રૉ કર્યો, 90.31 મીટર. અહીં નીરજ ચોપડા તેનાથી પછડાઇ ગયો. આ વર્ષે દોહામાં પણ તેને 93.07 મીટરનો થ્રૉ કરી દીધો હતો.