નવી દિલ્હીઃ રમતોના મહાકુંબ ઓલિમ્પિકમાં ભારત આજે સેમીફાઈનલમાં બેલ્જિયમ સામે રમી રહ્યું છે. સમગ્ર દેશ આ રોમાંચક મેચને જોઈ રહ્યો છે. પીએમ મોદીએ પણ ટ્વીટ કરીને જાણકારી આપી કે તેઓ ભારતની આ મેચ જોઈ રહ્યા છે. તેની સાથે જ પીએમ મોદીએ ભારતને જીત માટે શુભેચ્છા આપી છે.


પીએમ મોદીએ ટ્વીટ કરીને લખ્યું, “હું ભારત અને બેલ્જિયમની હોકી પુરુષ સેમીફાઈનલ જોઈ રહ્યો છું. અમને આપણી ટીમ અને તેની કુશળતા પર ગૌરવ છે. તેમને ખૂબ ખૂબ શુભેચ્છાઓ!”






ક્વાર્ટર ફાઇનલ મેચમાં ભારતીય ટીમે શાનદાર પ્રદર્શન કર્યું હતું. પ્રથમ ક્વાર્ટરમાં જ તેણે દિલપ્રીત સિંહના ગોલ સાથે આગેવાની લીધી હતી. આ પછી, બીજા ક્વાર્ટરમાં ગુરજંત સિંહના ગોલથી લીડ બમણી થઈ ગઈ. અડધા સમય સુધી સ્કોર ભારતની તરફેણમાં 2-0 રહ્યો હતો. ત્રીજા ક્વાર્ટરની સમાપ્તિની લગભગ એક મિનિટ પહેલા બ્રિટનને પેનલ્ટી કોર્નર મળ્યો પરંતુ તેને ગોલમાં ફેરવી શક્યો નહીં. આ ક્વાર્ટરની સમાપ્તિની થોડી ક્ષણો પહેલા, બ્રિટનને બીજો પેનલ્ટી કોર્નર મળ્યો જે તેણે સ્કોર 1-2 બનાવી દીધો.


ઓસ્ટ્રેલિયાના હાથે 1-7થી હાર સિવાય ભારતીય ટીમે ટોક્યોમાં શાનદાર પ્રદર્શન કર્યું. તેઓએ લીગ તબક્કામાં પાંચમાંથી ચાર મેચ જીતી અને પૂલ A ટેબલમાં બીજા સ્થાને રહીને ક્વાર્ટર ફાઇનલમાં જગ્યા બનાવી. બીજી બાજુ, બ્રિટને બે જીત અને બે હાર અને એક ડ્રો પૂલ બીમાં ત્રીજા સ્થાને નોંધાવ્યો છે. ઓસ્ટ્રેલિયા સામે હાર બાદ ભારતે સતત ત્રણ મેચ જીતી હતી.


ભારતીય હોકી ટીમ 49 વર્ષ બાદ સેમિફાઇનલમાં પહોચ્યું છે. આ પહેલા 1972 મ્યુનિખ ઓલિમ્પિકની સેમિફાઇનલમાં પહોંચ્યું હતું, ભારતે 1980માં હોકીમાં ગોલ્ડ મેડલ જીત્યો હતો.


ઓલિમ્પિકમાં ભારતને છેલ્લો મેડલ 1980માં મોસ્કોમાં મળ્યો હતો, જ્યારે વાસુદેન ભાસ્કરનની આગેવાનીમાં ટીમે ગોલ્ડ મેડલ જીત્યો હતો. ત્યારબાદથી ભારતીય હોકી ટીમનું પ્રદર્શન ખરાબ થતું રહ્યું અને 1984માં લોસ એન્જલિસ ઓલિમ્પિકમાં પાંચમાં સ્થાને રહ્યા બાદ તેનાથી સારૂ પ્રદર્શન કરી શકી નહીં.