Virat Kohli Message To Indian Athlete For Paris Olympics 2024: પેરિસમાં યોજાનારી ઓલિમ્પિક 2024 26 જુલાઈથી શરૂ થશે. રમતગમતના આ મહાકુંભ માટે દરેક લોકો ઉત્સાહિત દેખાય છે. ઉત્સાહિત લોકોમાં વિરાટ કોહલીનું નામ પણ જોડાઈ ગયું છે. વિરાટ કોહલીએ સોશિયલ મીડિયા દ્વારા એક વીડિયો શેર કરીને પેરિસ ઓલિમ્પિક માટે ભારતીય ખેલાડીઓને ખાસ સંદેશ આપ્યો છે. કિંગ કોહલીએ વધુ ગૉલ્ડ, સિલ્વર અને બ્રૉન્ઝ મેડલ લાવવાની વાત કરી હતી.


કિંગ કોહલીએ વીડિયોમાં કહ્યું, "ઇન્ડિયા. ભારત. હિંદુસ્તાન. એક સમય હતો જ્યારે સમગ્ર વિશ્વમાં ભારતને માત્ર સાપ અને હાથીઓની ભૂમિ તરીકે જ જોવામાં આવતું હતું. સમયની સાથે આ બદલાયું છે. આજે આપણે દુનિયાભરમાં સૌથી મોટી લોકશાહી છીએ, વૈશ્વિક ટેક હબ, બોલિવૂડ, સ્ટાર્ટઅપ યૂનિકોર્ન અને વિશ્વની સૌથી ઝડપથી વિકસતી અર્થવ્યવસ્થા તરીકે ઓળખાઇએ છીએ.


કિંગ કોહલીએ આગળ કહ્યું, "હવે આ મહાન દેશ માટે મોટી વસ્તુ શું છે? સારું, તે વધુ ગૉલ્ડ, અને સિલ્વર અને બ્રૉન્ઝ હશે. અમારા ભાઈઓ અને બહેનો પેરિસ ગયા છે અને મેડલ માટે ભૂખ્યા છે. અમને અબજો લોકો જોતા હશે. તેઓ, નર્વસ અને ઉત્સાહિત, દરેક પાડોશી અને ભારતના દરેક ખૂણે ભારત, ભારતની બૂમો સાંભળશે. અંતમાં કોહલીએ ભારતને 'શુભકામના' કહ્યું. અહીં વિડિયો જુઓ...






ક્રિકેટ વર્લ્ડકપ બાદ ઓલિમ્પિકમાં ઝંડો ફરકાવવા તૈયાર ભારત 
ઉલ્લેખનીય છે કે ભારતીય ક્રિકેટ ટીમે 2024 ટી20 વર્લ્ડકપનો ખિતાબ જીત્યો હતો. વિરાટ કોહલી પણ ભારતની વર્લ્ડકપ વિજેતા ટીમનો ભાગ હતો. હવે ભારતીય ખેલાડીઓ પેરિસ ઓલિમ્પિકમાં ધ્વજ ફરકાવવા માટે તૈયાર દેખાય છે. આ પહેલા 2020માં ટોક્યો ઓલિમ્પિકમાં ભારતે 7 મેડલ જીત્યા હતા જેમાંથી એક ગૉલ્ડ મેડલ હતો. આ સિવાય 2 સિલ્વર અને 4 બ્રોન્ઝ મેડલ સામેલ હતા. આ કોઈપણ ઓલિમ્પિકમાં ભારતના સૌથી વધુ મેડલ હતા. આ પહેલા ભારતના ખાતામાં સૌથી વધુ 6 મેડલ 2012માં લંડનમાં યોજાયેલા ઓલિમ્પિકમાં આવ્યા હતા.