Neeraj Chopra Silver In Paris Olympics 2024: નીરજ ચોપડાએ સતત બીજી ઓલિમ્પિકમાં મેડલ જીત્યું છે. નીરજ ચોપડાએ પેરિસ ઓલિમ્પિકમાં સિલ્વર મેડલ જીત્યો હતો. આ પહેલા નીરજે ટોક્યો ઓલિમ્પિકમાં ગૉલ્ડ મેડલ જીત્યો હતો. આ વખતે પાકિસ્તાનના અરશદ નદીમે પેરિસ ઓલિમ્પિકમાં ગૉલ્ડ મેડલ જીત્યો હતો. હવે સવાલ એ ઉઠી રહ્યો છે કે નીરજ ચોપડા પેરિસ ઓલિમ્પિકની મેન્સ જેવલિન થ્રૉ ઈવેન્ટમાં ગૉલ્ડ જીતવાથી કેવી રીતે ચૂકી ગયો અને પાકિસ્તાનનો અરશદ નદીમ તેને કેવી રીતે આગળ નીકળી ગયો ? અહીં અમે તમને ડિટેલ્સમાં બતાવી રહ્યાં છીએ.


કઇ રીતે આગળ નીકળ્યો પાકિસ્તાનનો અરશદ નદીમ ?
પેરિસ ઓલિમ્પિકમાં અરશદ નદીમની સફળતા અને નીરજ ચોપડાનું ગૉલ્ડ મેડલ ના જીતવા પાછળ બે મોટા કારણો હોઈ શકે છે. પાકિસ્તાનનો અરશદ બે બાબતોમાં નીરજ ચોપડાથી સ્પષ્ટ રીતે આગળ છે.


નીરજ ચોપડાએ 90 મીટરનો આંકડો નથી પાર કર્યો 
ભારતના સ્ટાર જેવલિન થ્રૉઅર નીરજ ચોપડા હજુ સુધી તેની કારકિર્દીમાં 90 મીટરનો આંકડો પાર કરી શક્યો નથી. બીજીતરફ પાકિસ્તાનના અરશદ નદીમે એકથી વધુ વખત 90 મીટરનો આંકડો પાર કર્યો છે. સૌથી પહેલા લાંબો થ્રૉ ફેંકવામાં નીરજ ચોપડા પાકિસ્તાનના નદીમની પાછળ દેખાય છે. પેરિસ ઓલિમ્પિકની ફાઇનલમાં પણ આવું જ થયું, નદીમે 90 મીટરનો આંકડો પાર કર્યો, જ્યારે નીરજ ચોપડા 90 મીટરના આંકને સ્પર્શી શક્યો નહીં. નીરજની કારકિર્દીનો સર્વશ્રેષ્ઠ થ્રો 89.94 મીટર છે, જે તેણે 2022ની ડાયમંડ લીગમાં હાંસલ કર્યો હતો.


ઇજાગ્રસ્ત થયા બાદ પણ પેરિસ ઓલિમ્પિકમાં લીધો ભાગ 
નીરજ ચોપડાએ ઈજાગ્રસ્ત હોવા છતાં પેરિસ ઓલિમ્પિકમાં ભાગ લીધો હતો. સિલ્વર મેડલ જીત્યા બાદ નીરજે ખુલાસો કર્યો હતો કે તેને ગૉઇન ઇન્જરી છે. તે ડૉક્ટરની સલાહ પણ લેશે. આ સિવાય નીરજે કહ્યું હતું કે તેની ઈજા માટે તેને સર્જરી કરાવવાની પણ જરૂર પડી શકે છે. એવું પણ શક્ય છે કે ઈજાના કારણે નીરજ પોતાનું સર્વશ્રેષ્ઠ ના આપી શક્યો અને ગૉલ્ડ મેડલ ચૂકી ગયો.