Paris Olympic Day 11 Schedule: પેરિસ ઓલિમ્પિકમાં ભારત માટે સોમવારનો દિવસ કંઈ ખાસ નહોતો. ભારત સતત બે મેડલ જીતી શક્યું નહીં. શૂટિંગમાં સ્કીટ મિક્સ્ડ ટીમ ઈવેન્ટમાં મહેશ્વરી અને અનંત નારુકાની જોડી બ્રોન્ઝ મેડલની મેચમાં ચીન સામે એક પોઈન્ટથી હારી ગઈ હતી. દરમિયાન, બેડમિન્ટનમાં લક્ષ્ય સેન મલેશિયાના લી જી જિયા સામે હારીને બ્રોન્ઝ મેડલ જીતવાથી ચૂકી ગયો હતો. લક્ષ્યે પહેલી ગેમ જીતી હતી અને પછીની બે ગેમ હારી ગયો હતો. હવે 11માં દિવસે ભારતના નીરજ ચોપરા પોતાના અભિયાનની શરૂઆત કરશે. તે ભાલા ફેંકમાં ક્વોલિફિકેશન મેચમાં ભાગ લેશે. નીરજ ટોક્યો ઓલિમ્પિકનો ગોલ્ડ મેડલ વિજેતા છે. તેની પાસેથી ઘણી અપેક્ષાઓ છે. આ ઉપરાંત ભારતીય પુરૂષ હૉકી ટીમ પણ સેમિફાઇનલ મેચમાં રમવા ઉતરશે. તેનો સામનો ત્રણ વખતના ઓલિમ્પિક ચેમ્પિયન જર્મની સાથે થશે. ભારતીય ટીમ 1980 ઓલિમ્પિક બાદ પ્રથમ વખત ફાઇનલમાં પહોંચવાનો પ્રયાસ કરશે અને મેડલ સુનિશ્ચિત કરશે.






ભારતીય પુરૂષ હૉકી ટીમે 10 ખેલાડીઓ સાથે મેચ રમીને ક્વાર્ટર ફાઇનલમાં જીત મેળવી હતી. મેચ પેનલ્ટી શૂટઆઉટમાં ગઈ અને ભારતે બ્રિટનને 4-2થી હરાવ્યું. ગત ટોક્યો ઓલિમ્પિકમાં ભારતીય પુરુષ હૉકી ટીમે બ્રોન્ઝ મેડલ જીત્યો હતો. જો તેઓ સેમિફાઈનલમાં હારી જશે તો ભારતે બ્રોન્ઝ મેડલ માટે રમવું પડશે. ભારતીય મહિલા ટેબલ ટેનિસ ટીમે ક્વાર્ટર ફાઇનલમાં પહોંચીને ઇતિહાસ રચ્યા પછી હવે ભારતીય પુરુષ ટેબલ ટેનિસ ટીમ પર તમામની નજર રહેશે. શરથ કમલ, હરમીત અને માનવ સિંગલ મેચમાં મળેલી હારને ભૂલીને નવી શરૂઆત કરવા ઈચ્છશે. પેરિસ ઓલિમ્પિકમાં મંગળવારે 11મા દિવસે સ્પર્ધાઓ માટેનું ભારતનું શિડ્યૂલ નીચે મુજબ છે.


 


ટેબલ ટેનિસ


મેન્સ ટીમ (પ્રી-ક્વાર્ટર ફાઈનલ): ભારત (હરમીત દેસાઈ, શરથ કમલ અને માનવ ઠક્કર) વિરુદ્ધ ચીન: બપોરે 1.30 વાગ્યે


એથ્લેટિક્સ


મેન્સ જેવલિન થ્રો (ક્વોલિફિકેશન): કિશોર જેના: બપોરે 1.45 વાગ્યાથી


મેન્સ જેવલિન થ્રો (ક્વોલિફિકેશન): નીરજ ચોપરા: બપોરે 3.20 વાગ્યાથી


મહિલા 400 મીટર (રિપેચેજ): કિરણ પહલ: બપોરે 2.50 વાગ્યાથી.


કુસ્તી


ફ્રી સ્ટાઇલ 50 કિગ્રા વજન વર્ગ (પ્રિ-ક્વાર્ટર ફાઇનલ): વિનેશ ફોગાટ: બપોરે 3 વાગ્યાથી (અપેક્ષિત)


હૉકી:


પુરુષોની સેમિફાઇનલ: ભારત વિરુદ્ધ જર્મની: રાત્રે 10.30 વાગ્યાથી.