Paris Olympics 2024 Day 3 Live Update: બેડમિન્ટનમાં ભારત માટે સારા સમાચાર, લક્ષ્ય સેનની શાનદાર જીત
Paris Olympic Day 3, 29 July 2024 Updates: ભારતીય ખેલાડીઓ પેરિસ ઓલિમ્પિક 2024માં ત્રીજા દિવસે ધૂમ મચાવશે
બેડમિન્ટનમાં ચિરાગ શેટ્ટી અને સાત્વિકસાઈરાજ રેડ્ડીની ટીમ ક્વાર્ટર ફાઈનલમાં પહોંચી ગઈ છે. જર્મન ખેલાડી માર્ક લેમ્ફસની ઈજાને કારણે તેનો સાથી ખેલાડી માર્વિન સીડેલ પણ ઓલિમ્પિકમાંથી બહાર થઈ ગયો છે. બેડમિન્ટન વર્લ્ડ ફેડરેશને હવે કહ્યું છે કે આ જર્મન ખેલાડીઓ જે મેચોમાં ભાગ લેવાના હતા અથવા રમવાના હતા તે તમામ મેચો રદ કરી દેવામાં આવી છે. આવી સ્થિતિમાં ભારતીય ટીમને ગ્રુપ સીની ટોપ-2માંથી બહાર કરવી અશક્ય છે.
રોહન બોપન્નાએ પેરિસ ઓલિમ્પિક 2024ની મેન્સ ડબલ્સની સ્પર્ધાના પ્રથમ રાઉન્ડમાં બહાર થયા બાદ ટેનિસમાંથી નિવૃત્તિની જાહેરાત કરી છે. તેણે 22 વર્ષ સુધી આંતરરાષ્ટ્રીય સ્તરે ભારતનું પ્રતિનિધિત્વ કર્યું.
તીરંદાજીની મેન્સ ડબલ્સ ઈવેન્ટમાં ભારતની મેડલની આશા ખત્મ થઈ ગઈ છે. તરુણદીપ રાય, ધીરજ બોમ્માદેવરા અને પ્રવીણ જાધવની ટીમ તુર્કી સામે 6-2ના સ્કોરથી હારીને બહાર થઈ ગઈ છે. તુર્કીએ 3 સેટ જીત્યા, જ્યારે ભારત તેની સામે માત્ર એક સેટ જીતી શક્યું.
ભારતની પુરૂષ ટીમ તીરંદાજીની ક્વાર્ટર ફાઈનલ મેચમાં તુર્કીથી પાછળ છે. ભારતના તરુણદીપ રાય, પ્રવીણ જાધવ અને ધીરજ બોમ્માદેવરાની ટીમ સતત 2 સેટ ગુમાવ્યા બાદ 4-0થી પાછળ છે.
બેડમિન્ટનમાં લક્ષ્ય સેને મેન્સ સિંગલ્સની સ્પર્ધામાં બેલ્જિયમના જુલિયન કૈરાગીને 21-19, 21-14થી હરાવ્યો છે. અગાઉ, લક્ષ્યની પ્રથમ મેચ રદ જાહેર કરવામાં આવી હતી કારણ કે તેના પ્રતિદ્વંદીએ કોણીની ઈજાને કારણે પેરિસ ઓલિમ્પિક્સ 2024માંથી તેનું નામ પાછું ખેંચી લીધું હતું. આ જીત છતાં લક્ષ્યના રાઉન્ડ ઓફ 16માં જવા અંગે શંકા છે.
હોકીમાં ભારતે પૂલ બીની મેચમાં આર્જેન્ટિના સાથે ડ્રો રમી છે. છેલ્લી 2 મિનિટમાં હરમનપ્રીતે પેનલ્ટી કોર્નરથી ગોલ કરીને ભારતને બરોબરી અપાવી અને 1-1થી ડ્રો રમી. ટીમ ઈન્ડિયા પૂલ બીમાં અત્યાર સુધી અજેય રહી છે અને 4 પોઈન્ટ સાથે પોઈન્ટ ટેબલમાં ત્રીજા સ્થાને છે.
ફરી એકવાર ભારતને નિરાશા હાથ લાગી છે. ભારતનો અર્જુન બાબૂતા 10 મીટર એર રાઈફલ મેન્સ સિંગલ ઈવેન્ટમાં મેડલ જીતી શક્યો નહોતો. તે અંતિમ રાઉન્ડમાં ચોથા સ્થાને રહ્યો હતો. આ પહેલા ભારતની રમિતા જિંદાલ પણ 10 મીટર એર રાઈફલની મહિલા સિંગલ્સ ઈવેન્ટમાં મેડલ જીતી શકી ન હતી.
10 મીટર એર રાઈફલ મેન્સ સિંગલ્સ ઈવેન્ટમાં ફાઈનલ મેચો ચાલી રહી છે. 17 શોટ બાદ ભારતનો અર્જુન બાબૂતા બીજા સ્થાને છે. અત્યાર સુધી એવું લાગે છે કે બાબૂતા ટૂંક સમયમાં મેડલ કન્ફર્મ કરશે. અર્જુન સિલ્વર મેડલની દાવેદારી કરી રહ્યો છે.
ભારતીય જોડી મનુ ભાકર અને સરબજોત સિંહે સોમવારે ઓલિમ્પિક ગેમ્સમાં 10 મીટર એર પિસ્તોલ મિક્સ ટીમ ઈવેન્ટમાં બ્રોન્ઝ મેડલ મેચ માટે ક્વોલિફાય કર્યું હતું. ભાકર અને સરબજોતે 580 પોઈન્ટ બનાવ્યા અને તેમને મેડલ રાઉન્ડમાં લઈ ગયા. મંગળવારે તેઓ કોરિયા સામે ટકરાશે.
અશ્વિની પોનપ્પા અને તનિષા ક્રાસ્તોને બેડમિન્ટન મહિલા ટીમ ઈવેન્ટમાં સતત બીજી હારનો સામનો કરવો પડ્યો છે. આ ભારતીય જોડીને જાપાનની નામી મતસુયામા અને ચિહારા શિદાની જોડીએ 21-11 અને 21-12થી હાર આપી હતી. હવે મેડલ જીતવા માટે આ જોડીએ પોતાની આગામી મેચ કોઈપણ ભોગે જીતવી પડશે અને અન્યના પરિણામો પર પણ નિર્ભર રહેવું પડશે.
મનુ ભાકર અને સરબજોત સિંહની ભારતની જોડી 10 મીટર એર પિસ્તોલની મિક્સ્ડ ટીમ ઈવેન્ટમાં બ્રોન્ઝ મેડલ માટે ટકરાશે. આ જોડીએ ક્વોલિફિકેશન રાઉન્ડમાં ત્રીજું સ્થાન મેળવ્યું હતું. આ ઈવેન્ટમાં ચાર ટીમો ફાઈનલ માટે ક્વોલિફાઈ થઈ છે. ટોપ-2 ટીમો ગોલ્ડ અને સિલ્વર મેડલ માટે ટકરાશે. જ્યારે ત્રીજા અને ચોથા સ્થાને રહેલી ટીમો બ્રોન્ઝ મેડલ માટે રમે છે. હવે મનુ ભાકર અને સરબજોત સિંહનો સામનો દક્ષિણ કોરિયાની ઓહ યે જિન અને લી વોન્હોની જોડી સામે થશે.
દેશ માટે ખરાબ સમાચાર છે. ભારતની રમિતા જિંદલ 10 મીટર એર રાઈફલ મહિલા સિંગલ્સ ઈવેન્ટમાં મેડલ જીતવાથી ચૂકી ગઈ છે. તેણી સાતમા સ્થાને રહી હતી. 20 વર્ષની રમિતા મેડલ જીતવામાંથી ચૂકી ગઈ હતી.
મનુ ભાકરે મહિલાઓની 10 મીટર એર પિસ્તોલમાં બ્રોન્ઝ મેડલ જીત્યો હતો. મનુ ભાકર આજે ફરી એકશનમાં જોવા મળશે. મનુ ભાકર અને સરબજોત સિંહ 10 મીટર એર પિસ્તોલ મિશ્રિત ટીમના ક્વોલિફિકેશન રાઉન્ડમાં ભાગ લેશે.
પેરિસ ઓલિમ્પિક 2024ના ત્રીજા દિવસે (29 જુલાઈ) ભારતીય ખેલાડીઓ પણ એક્શનમાં છે. ભારતને આજે ફરી શૂટિંગમાં મેડલની આશા છે. રમિતા જિંદલ મહિલાઓની 10 મીટર એર રાઈફલ ઈવેન્ટની ફાઇનલમાં ભાગ લેવા જઈ રહી છે. રમિતા સહિત કુલ આઠ શૂટર્સ ફાઇનલમાં ભાગ લઈ રહ્યા છે, જેમાંથી ત્રણ ખેલાડીઓને મેડલ મળશે.
IOC એ આજના શિડ્યૂલમાં કેટલાક ફેરફાર કર્યા છે. ભારતના શિડ્યૂલમાં પણ કેટલાક ફેરફાર કરવામાં આવ્યા છે. હવે શ્રીજા અકુલાની આજે કોઈ મેચ નથી. તેમની મેચ આવતીકાલે રમાશે. જ્યારે મનિકા બત્રાની મેચ હવે રાત્રે 12.30 વાગ્યે શરૂ થશે.
ભારતીય બેડમિન્ટન સ્ટાર્સ સાત્વિકસાઈરાજ રેન્કીરેડ્ડી અને ચિરાગ શેટ્ટીને મોટો આંચકો લાગ્યો છે. સાત્વિકસાઈરાજ રેન્કીરેડ્ડી અને ચિરાગ શેટ્ટીની જોડીની આગામી મેચ રદ કરવામાં આવી હતી.
બ્રેકગ્રાઉન્ડ
Paris Olympic Day 3, 29 July 2024 Updates: ભારતીય ખેલાડીઓ પેરિસ ઓલિમ્પિક 2024માં ત્રીજા દિવસે ધૂમ મચાવશે. શૂટિંગમાં રમિતા જિંદાલ અને અર્જુન બાબુતા પાસેથી મેડલની અપેક્ષા છે. તીરંદાજીમાં મેન્સ ટીમ મેડલ જીતવાના ઈરાદા સાથે ઉતરશે. ભારતીય ખેલાડીઓ હૉકી, ટેબલ ટેનિસ અને બેડમિન્ટન જેવી રમતોમાં પણ સારું પ્રદર્શન કરવા ઈચ્છશે. પેરિસ ઓલિમ્પિકનો બીજો દિવસ (28મી જુલાઈ) ભારત માટે શાનદાર રહ્યો હતો.
મનુ ભાકરે શૂટિંગની મહિલાઓની 10 મીટર એર પિસ્તોલ સ્પર્ધામાં બ્રોન્ઝ મેડલ જીતીને ભારતનું ખાતું ખોલાવ્યું હતું. તે શૂટિંગમાં ઓલિમ્પિક મેડલ જીતનારી પ્રથમ ભારતીય મહિલા બની હતી. ભારતીય ખેલાડીઓએ બોક્સિંગ, ટેબલ ટેનિસ અને બેડમિન્ટન જેવી રમતોમાં પણ સારું પ્રદર્શન કર્યું હતું. હવે ત્રીજા દિવસે પણ મેડલ મળવાની આશા છે
- - - - - - - - - Advertisement - - - - - - - - -