Paris Olympics 2024 Day 8 Live: ભારતને લાગ્યો મોટો ઝટકો, દીપિકા કુમારી ક્વાર્ટર ફાઇનલમાં હારી
મનુ ભાકર આ ઓલિમ્પિકમાં અત્યાર સુધીમાં 2 બ્રોન્ઝ મેડલ જીત્યા છે અને આ વખતે તેની પાસેથી ગોલ્ડ મેડલની અપેક્ષા રાખવામાં આવી રહી છે.
ભારતીય ખેલાડી શુભંકર શર્મા અને ગગનજીત ભુલ્લર ગોલ્ફમાં કંઈ ખાસ કરી શક્યા ન હતા. ત્રીજા રાઉન્ડ પછી, શુભંકર 2 અંડર પાર સાથે 34મા ક્રમે રહ્યો. ગગનજીત 3 રાઉન્ડ બાદ 48માં સ્થાને છે. હવે ચોથો અને છેલ્લો રાઉન્ડ 4 ઓગસ્ટે રમાશે.
ચીનને ટેનિસમાં ગોલ્ડ મેડલ મળ્યો છે. ક્વિઆનવેન ઝેંગ ઓલિમ્પિકમાં ચીન માટે ગોલ્ડ મેડલ જીતનાર પ્રથમ ટેનિસ ખેલાડી બની ગયો છે. તેણે ફાઇનલમાં ડોના વેકિકને 6-2 અને 6-3થી પરાજય આપ્યો હતો.
સિમોન બાઈલ્સે યુએસએ માટે ગોલ્ડ મેડલ જીત્યો છે. તેણે જિમ્નાસ્ટિક્સમાં જોરદાર પ્રદર્શન કરીને ગોલ્ડ જીત્યો છે. ઓલિમ્પિક ગેમ્સમાં બાઈલ્સનો આ 7મો ગોલ્ડ મેડલ છે.
ભારતની ટેબલ ટેનિસ મેચ બાકી છે. દેશને હજુ પણ આ રમતમાં મેડલની આશા છે. ટેબલ ટેનિસમાં ભારતની પુરૂષ અને મહિલા ટીમ ઈવેન્ટ બાકી છે.
પેરિસ ઓલિમ્પિકમાં ભારતના અભિયાન માટે હજુ ઘણું બાકી છે. ટીમ ઈન્ડિયાના ખેલાડીઓ ઘણી રમતોમાં ભાગ લેશે. જેમાં બોક્સિંગ, કુસ્તી, વેઈટ લિફ્ટિંગ, બેડમિન્ટન અને એથ્લેટિક્સનો સમાવેશ થાય છે.
જો આપણે પેરિસ ઓલિમ્પિક 2024ની મેડલ ટેલીમાં જોઈએ તો ભારત 49માં સ્થાને છે. ભારતે 3 મેડલ જીત્યા છે અને ત્રણેય બ્રોન્ઝ છે. મેડલ ટેલીમાં ચીન પ્રથમ સ્થાને છે. તેણે કુલ 33 મેડલ જીત્યા છે. તેની પાસે 14 ગોલ્ડ છે. ઓસ્ટ્રેલિયા 24 મેડલ સાથે બીજા સ્થાને છે. ફ્રાન્સ ત્રીજા સ્થાને છે.
ભારત માટે શૂટિંગના સારા સમાચાર છે. મહેશ્વરી ચૌહાણ મહિલા સ્કીટ ઈવેન્ટમાં 8મા ક્રમે રહી હતી. તેને કુલ 71 પોઈન્ટ મળ્યા છે. ક્વોલિફિકેશનના હજુ બે રાઉન્ડ બાકી છે, જે આવતીકાલે યોજાશે. જેમાં ટોપ 6માં સ્થાન મેળવનાર શૂટર્સ ફાઇનલમાં પહોંચશે.
ભારતીય તીરંદાજ દીપિકા કુમારીનુ અત્યાર સુધીના ઓલિમ્પિક પ્રદર્શન પર નજર કરીએ તો તે 2012માં લંડનમાં રાઉન્ડ ઓફ 64માં હારી ગઈ હતી. પરંતુ આ પછી, તેણે 2016 માં રિયોમાં પ્રી-ક્વાર્ટર ફાઈનલ સુધીની સફર કરી. તે ટોક્યો ઓલિમ્પિકમાં ક્વાર્ટર ફાઇનલમાં પહોંચી હતી અને હવે પેરિસમાં પણ સફર એવી જ રહી.
ભારત માટે સારા સમાચાર નથી. ભારતીય તીરંદાજ દીપિકા કુમારીને ક્વાર્ટર ફાઇનલમાં દક્ષિણ કોરિયાની નેમ સૂ હ્યૂન સામે પરાજયનો સામનો કરવો પડ્યો છે. નેમ સૂ હ્યૂને દીપિકા કુમારીને 4-6થી હરાવી.
ભારતને તીરંદાજીમાં દીપિકા કુમારી પાસેથી ગોલ્ડ મેડલની આશા છે. દીપિકા કુમારીની ક્વાર્ટર ફાઈનલ મેચ શરૂ થઈ ગઈ છે. આ મેચમાં દીપિકા કુમારી સામે દક્ષિણ કોરિયાની નેમ સૂ હ્યુન છે.
ભારતની મહેશ્વરી ચૌહાણ અને રેઝા ડિલ્લો શૂટિંગમાં મહિલા સ્કીટ ક્વોલિફિકેશન ઈવેન્ટમાં ભાગ લઈ રહી છે. મહેશ્વર હાલમાં 14મા નંબર પર છે. રેઝા હાલમાં 27માં સ્થાને છે. આ ઈવેન્ટમાં કુલ 29 શૂટર્સ ભાગ લઈ રહ્યા છે.
તીરંદાજ દીપિકા કુમારી જર્મનીની તીરંદાજને હરાવીને અંતિમ 8માં પહોંચી ગઈ છે. દીપિકા હવે તીરંદાજી મહિલા સિંગલ્સમાં ક્વાર્ટર ફાઇનલમાં પહોંચી ગઈ છે. દીપિકાની ક્વાર્ટર ફાઈનલ મેચ ભારતીય સમય અનુસાર સાંજે 5:09 વાગ્યે શરૂ થશે. દેશને દીપિકા પાસેથી ગોલ્ડ મેડલની આશા છે.
મહિલા સ્કીટ શૂટિંગની ક્વોલિફિકેશનમાં મહેશ્વરી ચૌહાણ અને રાયઝા ઢિલ્લો ભાગ લઈ રહી છે. આ ઈવેન્ટમાં ભારતીય ખેલાડીઓ અત્યાર સુધી ખરાબ સ્થિતિમાં છે. મહેશ્વરી 16માં અને રાજયા 25માં સ્થાને છે. રાજયાએ બે રાઉન્ડમાં ભાગ લીધો છે, જ્યારે મહેશ્વરીએ માત્ર એક રાઉન્ડમાં ભાગ લીધો છે. ક્વોલિફિકેશન માટે કુલ પાંચ રાઉન્ડ થવાના છે.
ભારતીય તીરંદાજ દીપિકા કુમારી જેણે ઈન્ડિવિઝુઅલ મહિલા તીરંદાજીના રાઉન્ડ 16માં જીત મેળવી હતી, તે આજે સાંજે 5:09 વાગ્યે ક્વાર્ટર ફાઈનલ મેચ રમશે. જો કે ક્વાર્ટર ફાઈનલ મેચમાં તે કોની સામે ટકરાશે તે હજુ નક્કી થયું નથી. રાઉન્ડ ઓફ 16માં દીપિકાએ જર્મનીની મિશેલ ક્રોપેનને 6-4ના સ્કોરથી હરાવી હતી.
શૂટિંગના સ્કીટ મેન્સ ક્વોલિફિકેશન રાઉન્ડમાં ભારતના અનંતજીત સિંહ નરુકા ચોથા રાઉન્ડ બાદ 25માં સ્થાને છે. અનંતજીત સિંહે ચોથા રાઉન્ડમાં 22 સ્કોર કર્યો. તેનો કુલ સ્કોર 90 થઈ ગયો છે. હજુ પાંચમો રાઉન્ડ બાકી છે.
ભારતની ભજન કૌર મહિલા ઈન્ડિવિઝુઅલ તીરંદાજીમાં રાઉન્ડ 16માં હારી ગઈ હતી. ભારતીય તીરંદાજને ઈન્ડોનેશિયાની ડાયનંદા ચોઈરુનિસા સામે હારનો સામનો કરવો પડ્યો હતો. ડાયનંદા ચોઇરુનિસાએ દીપિકા સામેની મેચ 6-5થી જીતી લીધી હતી.
દીપિકા કુમારીએ મહિલા ઈન્ડિવિઝુઅલ તીરંદાજીના 16મા રાઉન્ડમાં જર્મનીની મિશેલ ક્રોપેન સામે જીત મેળવી હતી. દીપિકાએ 6-4ના સ્કોર સાથે જીત મેળવી હતી. આ જીત સાથે દીપિકાએ ફાઇનલમાં જગ્યા બનાવી લીધી છે.
ત્રીજો મેડલ જીતવામાં ચુકી ગયા બાદ, ભારતની શૂટર મનુ ભાકરે કહ્યું, "હંમેશા નેક્સ્ટ ટાઈમ હોય છે. હું હવે આગળ જોઈ રહી છું, પરંતુ મેં મારા શ્રેષ્ઠ પ્રયાસો કર્યા."
ભારતની સ્ટાર શૂટર મનુ ભાકર મેડલથી વંચિત રહી ગઈ છે. તે મહિલાઓની 25 મીટર પિસ્તોલ સ્પર્ધામાં ચોથા સ્થાને રહી હતી. આ સ્પર્ધામાં કુલ 10 શ્રેણીના શોટ ચલાવવાના હતા. શ્રેણીમાં કુલ પાંચ શોટ હતા. ત્રણ શ્રેણી પછી એલિમિનેશનનો રાઉન્ડ શરૂ થયો.
સાત શ્રેણી બાદ મનુ બીજા સ્થાને છે. તેણે અત્યાર સુધીમાં 35માંથી 26 શોટ કર્યા છે. કોરિયાના ખેલાડીઓ તેમનાથી આગળ છે.
પાંચ સિરીઝનું શૂટિંગ કર્યા બાદ મનુ સંયુક્ત ત્રીજા સ્થાને છે. તેનો સ્કોર 18 છે. કુલ 25માંથી તેણે 18 શોટ કર્યા છે. કુલ 10 સીરીઝ છે અને 50 શોટ ફાયર કરવામાં આવશે.
શૂટર મનુ ભાકરે 2024 પેરિસ ઓલિમ્પિકમાં 2 મેડલ જીત્યા છે. મનુએ આ પહેલા 10 મીટર એર પિસ્તોલ મહિલા સિંગલ્સમાં બ્રોન્ઝ મેડલ જીત્યો હતો. આ પછી મનુએ સરબજોત સાથે મળીને આ જ સ્પર્ધાની ટીમ ઈવેન્ટમાં બ્રોન્ઝ જીત્યો હતો. હવે મનુ આજે 25 મીટર ઈવેન્ટમાં ફાઈનલ રમશે. દેશને હવે મનુ પાસેથી ગોલ્ડ મેડલની અપેક્ષા છે.
મનુએ બે બ્રોન્ઝ જીત્યા છે અને હવે તેની પાસેથી ગોલ્ડ મેડલની આશા છે. જો તે ગોલ્ડ જીતશે તો આ ઓલિમ્પિકમાં તેનો સુખદ અંત હશે. દેશવાસીઓ તેને સફળતાની શુભેચ્છા પાઠવી રહ્યા છે.
મહિલા ઈંડિવિઝુઅલ તીરંદાજીમાં ભજન કૌર અને દીપિકા કુમારી મેડલ પર નિશાન લગાવી શકે છે. મહિલા ભારતીય તીરંદાજોએ ગોલ્ડ અથવા બ્રોન્ઝ મેળવવા માટે પહેલા ક્વોલિફાય કરવું પડશે.
શૂટિંગ
મહિલા સ્કીટ ક્વાલિફિકેશન દિવસ 1 - રાયઝા ધિલ્લોન, મહેશ્વરી ચૌહાણ - બપોરે 12:30 કલાકે
પુરુષોની સ્કીટ ક્વાલિફિકેશન દિવસ 2 - અનંતજીત સિંહ નરુકા - બપોરે 12:30
મહિલાઓની 25 મીટર પિસ્તોલ ફાઇનલ - મનુ ભાકર - બપોરે 1:00 વાગ્યે
મેન્સ સ્કીટ ફાઇનલ (ક્વાલિફિકેશનના આધારે) - સાંજે 7:00.
ગોલ્ફ
મેન્સ ઈન્ડિવિજ્યુઅલ સ્ટ્રોક પ્લે રાઉન્ડ 3 - શુભંકર શર્મા અને ગગનજીત ભુલ્લર - બપોરે 12:30 કલાકે.
તીરંદાજી
મહિલા વ્યક્તિગત રાઉન્ડ ઓફ 16 - દીપિકા કુમારી વિ મિશેલ ક્રોપેન (GER) - 1:52 PM
મહિલા વ્યક્તિગત રાઉન્ડ ઓફ 16 - ભજન કૌર વિ ડાયનંદા ચોઇરુનિસા (INA) - 2:05 PM
મહિલાઓની વ્યક્તિગત ક્વાર્ટર ફાઇનલ્સ (ક્વાલિફિકેશનના આધારે) - સાંજે 4:30
મહિલાઓની વ્યક્તિગત સેમિફાઇનલ (ક્વાલિફિકેશનના આધારે) - સાંજે 5:22
મહિલાઓની વ્યક્તિગત બ્રોન્ઝ મેડલ મેચ (ક્વાલિફિકેશનના આધારે) - સાંજે 6:03
મહિલાઓની વ્યક્તિગત ગોલ્ડ મેડલ મેચ (ક્વાલિફિકેશનના આધારે) - સાંજે 6:16.
નૌકાયાન (sailing)
પુરુષોની ડીંગી રેસ 5 - વિષ્ણુ સરવણન - બપોરે 3:45 કલાકે
પુરુષોની ડીંગી રેસ 6 - વિષ્ણુ સરવણન - રેસ 5 પછી
મહિલાઓની ડીંગી રેસ 4 - નેત્રા કુમાનન - બપોરે 3:35 કલાકે
મહિલાઓની ડીંગી રેસ 5 - નેત્રા કુમાનન - રેસ 4 પછી
મહિલાઓની ડીંગી રેસ 6 - નેત્રા કુમાનન - રેસ 5 પછી.
બોક્સિંગ
પુરુષોની 71 કિગ્રા ક્વાર્ટર-ફાઇનલ - નિશાંત દેવ વિ માર્કો અલોન્સો વર્ડે અલ્વારેઝ - બપોરે 12:18 (4 ઓગસ્ટ).
બ્રેકગ્રાઉન્ડ
Paris Olympics 2024 : આજે એટલે કે 03 ઓગસ્ટ પેરિસમાં ચાલી રહેલા ઓલિમ્પિક્સ 2024નો 8મો દિવસ હશે. આ પહેલા 7માં દિવસે ભારતને તીરંદાજીમાં મોટી નિષ્ફળતાનો સામનો કરવો પડ્યો હતો. તીરંદાજીમાં ધીરજ બોમ્માદેવરા અને અંકિતા ભગતની મિક્સ્ડ ટીમ બ્રોન્ઝ મેડલ મેચ હારી ગઈ હતી. આજે ભારતને કુલ ચાર ગોલ્ડ મેડલ મળવાની આશા છે. મનુ ભાકર શૂટિંગમાં પહેલો ગોલ્ડ લાવી શકે છે.
મનુ ભાકર આ ઓલિમ્પિકમાં અત્યાર સુધીમાં 2 બ્રોન્ઝ મેડલ જીત્યા છે અને આ વખતે તેની પાસેથી ગોલ્ડ મેડલની અપેક્ષા રાખવામાં આવી રહી છે. મનુ 25 મીટર મહિલા પિસ્તોલની ફાઇનલમાં ગોલ્ડ મેડલ જીતવા માંગે છે. મનુ બપોરે 1 વાગ્યાથી મેચ માટે એક્શનમાં જોવા મળશે.
આ સિવાય ભજન કૌર અને દીપિકા કુમારી મહિલાઓની વ્યક્તિગત તીરંદાજીમાં ગોલ્ડ અથવા બ્રોન્ઝ મેડલ પર લક્ષ્ય રાખી શકે છે. જોકે, મહિલા ભારતીય તીરંદાજોએ ગોલ્ડ અથવા બ્રોન્ઝ મેળવવા માટે પહેલા ક્વોલિફાય થવું પડશે. ત્યારબાદ સ્કીટ શૂટિંગમાં અનંતજીત સિંહ નારુકા પાસેથી ત્રીજા મેડલની અપેક્ષા રાખવામાં આવશે. જો અનંતજીત સિંહ મેન્સ સ્કીટની ફાઇનલમાં ક્વોલિફાય થાય છે તો તે મેડલ લાવી શકે છે. એથ્લેટિક્સના પુરુષોના શોટ પુટમાં તજિન્દરપાલ સિંહ તૂર પાસેથી બાકીના દિવસના ચોથા મેડલની અપેક્ષા રાખી શકાય છે. જોકે, ગોલ્ડ જીતવા માટે તજિન્દરપાલ સિંહ તૂરે પહેલા ફાઈનલ મેચ માટે ક્વોલિફાય કરવું પડશે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -