India Archery Team: પેરિસ ઓલિમ્પિક 2024 શરૂ થઈ ગઈ છે. ભારત માટે પ્રથમ દિવસ શાનદાર રહ્યો છે. ભારતની પુરુષ અને મહિલા તીરંદાજી ટીમે ક્વાર્ટર ફાઇનલમાં સ્થાન મેળવ્યું હતું. ગુરુવારે રમાયેલી મેચમાં ભારતીય તીરંદાજોએ શાનદાર પ્રદર્શન કર્યું હતું. ભારતની મહિલા ટીમમાં દીપિકા કુમારી, અંકિતા ભકત અને ભજન કૌરનો સમાવેશ થાય છે. મેન્સ ટીમમાં ધીરજ બોમ્માદેવરા, તરુણદીપ રાય અને પ્રવીણનો સમાવેશ થાય છે. આમાં ધીરજનું પ્રદર્શન સારુ રહ્યું હતું.
ભારતની પુરુષ ટીમ સીધી ક્વાર્ટર ફાઇનલમાં પહોંચી ગઇ છે. તે ત્રીજા સ્થાને રહી હતી. ભારતને 2013 પોઈન્ટ મળ્યા છે. આમાં કોરિયા ટોચ પર રહ્યું. તેને 2049 પોઇન્ટ્સ મળ્યા છે. જ્યારે ફ્રાન્સ 2025 પોઈન્ટ સાથે બીજા ક્રમે છે. ભારતની વાત કરીએ તો તેણે ચીન, જાપાન અને ઈટાલી સહિત ઘણા દેશોને પાછળ છોડી દીધા છે.
ભારતીય પુરૂષ ટીમના તીરંદાજો વ્યક્તિગત રેન્કિંગમાં ચોથા સ્થાને છે. તેણે 681 પોઈન્ટ મેળવ્યા. આમાં કોરિયાના કિમ વુજિંગ ટોપ પર રહ્યો હતો. ભારતનો તરુણદીપ રાય 14માં નંબર પર રહ્યો હતો. તેને 674 પોઈન્ટ મળ્યા છે. જ્યારે પ્રવીણ રમેશ જાધવ 39મા સ્થાને રહ્યા હતા.
મહિલા ટીમે પણ શાનદાર પ્રદર્શન કર્યું હતું. ભારતની મહિલા તીરંદાજી ટીમ ક્વાર્ટર ફાઇનલમાં પહોંચી ગઈ છે. અંકિતા 11મા સ્થાને છે. ભજન કૌર 22મા નંબરે છે. જ્યારે દીપિકા 23માં નંબરે છે. ભારતની મહિલા તીરંદાજી ટીમ ચોથા સ્થાને હતી. તેને 1983 પોઈન્ટ મળ્યા હતા. આમાં કોરિયા ટોચ પર રહ્યું હતું. જ્યારે ચીન બીજા સ્થાને રહ્યું હતું અને મેક્સિકો ત્રીજા સ્થાને છે.
નોંધનીય છે કે હવે ગુરુવારે પેરિસ ઓલિમ્પિકમાં ભારતીય ખેલાડીઓ મેદાનમાં ઉતરશે. ભારતની શૂટિંગ ટીમ 10 મીટર એર રાઈફલ મિક્સ્ડ ટીમ ઈવેન્ટમાં ભાગ લેશે. આ પછી ક્વોલિફિકેશન માટે સ્પર્ધા યોજાશે. ભારતીય બેડમિન્ટન ખેલાડી લક્ષ્ય સેન સામનો કેવિન કોરડન સાથે થશે.