પેરિસ ઓલિમ્પિક 2024ને 11 દિવસ વીતી ગયા છે. જોકે, ભારતને હજુ સુધી અપેક્ષા મુજબ મેડલ મળ્યા નથી. નીરજ ચોપરા ફાઈનલ માટે ક્વોલિફાઈ થઈ ગયો છે. આવી સ્થિતિમાં ભારતને તેની પાસેથી મેડલની અપેક્ષા છે.






જો કે તેમની મેચ 8 ઓગસ્ટે રમાશે. આજે મોડી રાત્રે વિનેશ ફોગાટ ગોલ્ડ કે સિલ્વર મેડલ લાવી શકે છે. તે મહિલા ફ્રી સ્ટાઈલ 50 કિગ્રા સેમિફાઈનલમાં પહોંચી ગઈ છે. તેમજ આજે એથ્લેટિક્સ, ગોલ્ફ, ટેબલ ટેનિસ, વેઈટ લિફ્ટિંગ અને રેસલિંગની મેચો જોવા મળશે. આવી સ્થિતિમાં, ચાલો એક નજર કરીએ આજના શિડ્યૂલ પર.


એથ્લેટિક્સ


મેરેથોન રેસ વોક રિલે મિક્સ (પ્રિયંકા ગોસ્વામી અને સૂરજ પંવાર) – સવારે 11:00 વાગ્યે


મેન્સ હાઇ જમ્પ ક્વોલિફિકેશન (સર્વેશ કુશરે) - બપોરે 1:35 કલાકે


મહિલા જેવલિન થ્રો ક્વોલિફિકેશન-એ (અન્નુ રાની) - બપોરે 1:55 કલાકે


મહિલાઓની 100 મીટર હર્ડલ્સ પ્રથમ રાઉન્ડ (જ્યોતિ યારાજી) - બપોરે 1:45 કલાકે


પુરુષોની 3000 મીટર સ્ટીપલચેઝ ફાઇનલ (અવિનાશ સાબલે) - બપોરે 1:13


પુરુષોની ટ્રિપલ જમ્પ ક્વોલિફિકેશન (અબ્દુલ્લા અબુબકર (ગ્રુપ બી), પ્રવીણ ચિત્રવેલ (ગ્રુપ એ)) - રાત્રે 10:45


 


ગોલ્ફ


મહિલા ગોલ્ફ પ્રથમ રાઉન્ડ (અદિતિ અશોક, દીક્ષા ડાગર) - બપોરે 12:30


ટેબલ ટેનિસ


મહિલા ટીમ ક્વાર્ટર-ફાઇનલ (ભારત વિરુદ્ધ જર્મની) - બપોરે 1:30 વાગ્યે


વેઇટલિફ્ટિંગ


મહિલાઓની 49 કિગ્રા ફાઇનલ (મીરાબાઈ ચાનુ) - 11:00 PM


કુસ્તી


મહિલા ફ્રી સ્ટાઇલ 50 કિગ્રા (અંતિમ પંઘાલ વિરુદ્ધ ઝેનેપ યેતગિલ (તુર્કિ)) - બપોરે 3 વાગ્યે


મહિલાઓની ફ્રી સ્ટાઇલ 53 કિગ્રા રાઉન્ડ ઓફ 16 (અંતિમ પંઘાલ વિરુદ્ધ મારિયા પ્રીવોલારાકી (ગ્રીસ) અથવા અન્નિકા વેન્ડલ (જર્મની)) - સાંજે 4:20 કલાકે


વિમેન્સ ફ્રી સ્ટાઇલ 50 કિગ્રા ફાઇનલ (વિનેશ ફોગાટ) - બપોરે 12:30