PV Sindhu Birthday: પુસરલા વેન્કેટ સિંધુ, જેને પીવી સિન્ધુના નામથી ઓળખવામાં આવે છે, 5મી જુલાઈના દિવસે જન્મેલી પીવી સિન્ધુ આજે એક જાણીતી ભારતીય બેડમિન્ટન ખેલાડી છે. પીવી સિન્ધુ નાનપણથી જ રમતગમત સાથે ગાઢ સંબંધ ધરાવે છે કારણ કે તેના માતાપિતા પી.વી. રમન્ના અને પી. વિજયા બન્ને પ્રૉફેશનલ વોલીબૉલ ખેલાડીઓ હતા. નાનપણથી જ સિંધુએ રમત પ્રત્યે અપાર પ્રતિભા અને જુસ્સો દર્શાવ્યો હતો. જોકે, આમ છતાં સિંધુને સફળતા મેળવવા માટે ઘણી મહેનત કરવી પડી હતી. દરેક સફળ વ્યક્તિના જીવનની જેમ સિંધુનું જીવન પણ સખત મહેનત, પ્રતિબદ્ધતા અને બલિદાનથી ભરેલું છે. સફળતા માટે સિંધુએ જીવનમાં હંમેશા કેટલીક બાબતોને પ્રથમ સ્થાન આપ્યું છે. સિંધુની ત્રણ વસ્તુઓ કોઈને પણ ઉંચાઈ પર લઈ જઈ શકે છે. જાણો કઇ છે તે ત્રણ વસ્તુઓ જેને પીવી સિન્ધુને બનાવી દીધી સ્ટાર....


સારી વસ્તુઓ માટે ત્યાગ જરૂરી - 
ઓલિમ્પિક ગેમ્સમાં સિલ્વર મેડલ જીતનારી ભારતની પ્રથમ મહિલા એથ્લેટ પીવી સિન્ધુમાં બલિદાનની ગજબની ભાવના છે. તેના જીવનમાં એક વખત એવો સમય હતો જ્યારે તેને પોતાનો ફોન પણ છોડી દીધો હતો. સિંધુએ લગભગ 3 મહિના સુધી ફોનનો ઉપયોગ કર્યો ન હતો, આટલું જ નહીં તેના કૉચ પુલેલા ગોપીચંદના કહેવા પર તેને આઈસ્ક્રીમ અને મીઠાઈ જેવી પોતાની મનપસંદ ખાવાની વસ્તુઓ પણ છોડી દીધી હતી.




2021માં પદ્મશ્રી પુરસ્કારથી સન્માનિત પીવી સિન્ધુએ પ્રતિબદ્ધતા અને સખત મહેનતને જીવનમાં સૌથી આગળ રાખ્યા હતા. પીવી સિન્ધુ પોતાની એકેડમી સુધી પહોંચવા માટે દરરોજ56 કિમીનો પ્રવાસ કરતી હતી. પીવી સિન્ધુ દરરોજ 6-7 કલાક અને અઠવાડિયામાં 6 દિવસ પ્રેક્ટિસ કરતી હતી. સિંધુને અત્યાર સુધી અર્જૂન એવૉર્ડ, મેજર ધ્યાનચંદ ખેલરત્ન, બીબીસી સ્પૉર્ટ્સવૂમન ઓફ ધ યર અને પદ્મ ભૂષણ એવોર્ડ મળી ચૂક્યા છે.




જરૂર પડે ત્યારે પરંપરા તોડવી - 
પીવી સિન્ધુ જ્યારે જરૂર પડે ત્યારે પરંપરા તોડવાનું યોગ્ય માને છે. તેને પોતે પણ એવું જ કર્યું. તેને 8 વર્ષની ઉંમરે બેડમિન્ટન રમવાનું શરૂ કર્યું. બે રાષ્ટ્રીય વોલીબૉલ ખેલાડીઓની દીકરી હોવા છતાં, પીવી સિન્ધુએ બેડમિન્ટનને કારકિર્દી તરીકે પસંદ કર્યું. સામાન્ય રીતે બાળકો તેમના પરિવાર દ્વારા બનાવેલા માર્ગને અનુસરે છે પરંતુ સિંધુએ અલગ રસ્તો અપનાવ્યો. આ માટે તેને સખત મહેનત પણ કરવી પડી હતી.




 


Join Our Official Telegram Channel:


https://t.me/abpasmitaofficial