Olympic and Paralympic Heroes: ટોક્યો ઓલિમ્પિક અને પેરાલિમ્પિકમાં મેડલ જીતીને દેશનું નામ રોશન કરનારા ખેલાડીઓએ 26 જાન્યુઆરી પહેલા એક મંચ પર આવીને રાષ્ટ્રગીત ગાયું છે. ઈન્ટરનેશનલ ઈન્સ્ટીટ્યૂટ ઓફ સ્પોર્ટ્સ મેનેજમેન્ટ (IISM)ની એક પહેલ અંતર્ગત તમામ એથલીટ અને પેરા એથલીટની સાથે મળીને વીડિયો બનાવાયો છે. જેમાં તમામ ખેલાડીઓની ઉપલબ્ધિ બાદ રાષ્ટ્રગીત વગાડવામાં આવ્યું છે. આઈઆઈએસએમે 26 જાન્યુઆરી પહેલા પોતાના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર આ વીડિયો શેર કર્યો છે, જેનો હેતું લોકોમાં રમત પ્રત્યે જાગૃતતા વધારવાનો છે.
આ રાષ્ટ્રગીત એથલીટ નીરજ ચોપડા, રવિ કુમાર, મીરાબાઈ ચાનુ, પીઆર શ્રીજેશ, લવલીના બોરોઘેન, સુમિત અંતિલ, મનીષ નરવાલ, પ્રમોદ ભગત, ભાવિના પટેલ, નિષાદ કુમાર, યોગેશ કથૂનિયા, દેવેંદ્ર ઝાંઝરિયા, પ્રવીણ કુમાર, સુહાસ યતિરાજ, શરદ કુમાર, હરવિંદર સિંહ અને મનોક સરકારે સાથે મળીને ગાયું છે. આ તમામે ટોક્યો રમતોત્સવમાં ભારતનું નામ રોશન કર્યુ હતું.
નીરજ ચોપડાએ શું કહ્યું
ટોક્યો ઓલિમ્પિકમાં ગોલ્ડ મેડલ જીતનારા ભાલા ફેંક એથલીટ નીરજ ચોપડાએ કહ્યું, એક સૈનિક તરીકે જ્યારે વિદેશી જમીન પર આપણું રાષ્ટ્રગીત સાંભળીએ ત્યારે ગર્વ થાય છે. જ્યારે તે ગાવામાં આવે છે ત્યારે બીજા દેશના લોકો પણ આપણને સન્માન આપે ચે. જે આપણા તમામ માટે ગર્વની વાત છે. નીરજ ચોપડાએ પણ તેના ટ્વીટર એકાઉન્ટ પરથી આ રાષ્ટ્રગીતનો વીડિયો શેર કર્યો છે. જેને ઘમા લોકો જોઈ ચુક્યા છે.
2016માં પણ કર્યુ હતું આમ
આઈઆઈએસએમે વર્ષ 2016માં પણ આવો એક વીડિયો બનાવ્યો હતો. જેમાં સચિન તેંડુલકર, સુનીલ ગાવસ્કર, સાનિયા મિર્ઝા, મહેશ ભૂપતિ જેવા ખેલાડીઓએ રાષ્ટ્રગીત ગાયું હતું.
ગીર સોમનાથ ખાતે ઉજવાશે રાજ્યકક્ષાનો પ્રજાસત્તાક પર્વ
સોમનાથ ખાતે રાજયકક્ષાના ૭૩માં પ્રજાસત્તાક પર્વની પૂર્વ તૈયારી પૂર્ણ થઈ ગઈ છે. ૧૮ પ્લાટુન મહામહિમ રાજ્યપાલ અને મુખ્યમંત્રીને સલામી આપશે. સુરક્ષા વિભાગની વિવિધ પાંખો દ્વારા ૧૮ પ્લાટુન બનાવીને ભવ્ય પરેડનું આયોજન કરાયું છે. ધ્વજવંદન બાદ મહામહિમ રાજ્યપાલ આચાર્ય દેવવ્રત અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ખુલ્લી જીપ્સીમાં પરેડ નિરીક્ષણ કરશે. સમગ્ર કાર્યક્રમ દરમિયાન કોરોના નિયમનું ચુસ્ત પાલન કરવું પડશે, જેમાં નેવીના કમાન્ડો, સમગ્ર રાજ્યભરની વિવિધ જિલ્લાની પોલીસ પ્લાટુન, મહિલા પોલીસ પ્લાટુન, શ્વાન દળ, અશ્વદળ, એન.એસ.એસ યુનિટ, તેમજ વિવિધ સુરક્ષાદળો જોડાશે. પોલીસ બેન્ડ પાર્ટી દ્વારા ધ્વજવંદન અને પરેડમાં ઉત્સાહ વર્ધક ધૂનો દ્વારા વાતાવરણની શોભામાં અભિવૃદ્ધિ કરાશે.