હિમા દાસ અને તેના ફેન્સ માટે ખરાબ સમાચાર સામે આવ્યાા છે. ઈજાના કારણે હિમા દાસ આગામી ટોક્યો ઓલિમ્પિક્સમાંથી બહાર થઈ છે. જૂનના અંતિમ સપ્તાહમાં જ અટકળો ચાલી રહી હતી કે તેને ઓલિમ્પિકની ટિકિટ નહી મળે અને આ નિર્ણય પર મહોર લાગી ગઈ જ્યારે ભારતીય એથલેટિક્સ મહસંઘે ટોક્યો જનારા 26 સદસ્યોના દળમાં તેનું નામ સામેલ નથી કર્યું.
હિમા દાસ ટોક્યો ઓલિમ્પિક્સ ક્વોલીફાઈ કરતા પહેલા જ ઈજાગ્રસ્ત થઈ હતી. હિમા દાસ પટિયાલામાં જારી રાષ્ટ્રીય અંતર રાજ્ય એથલેટિક્સ ચેમ્પિટનશિપમાં 100 મીટર હીટ દોડ દરમિયાન તાણના કારણે સ્નાયુને ઈજા થઈ હતી.
હિમાદાસનું બહાર થવું ટોક્યો ઓલિમ્પિક્સમાં 4X100 મીટરની મહિલા રિલે ટીમ માટે મોટો આંચકો છે. હિમા એ ચોકડીનો મુખ્ય ભાગ હતી. જેમાં દુતીચંદ, ધનલક્ષ્મી અને અર્ચના સુસીંદ્રન પણ શામેલ છે.