Swapnil Kusale Final Shooting Paris Olympics 2024: સ્વપ્નિલ કુસલે ઓલિમ્પિકની 50 મીટર રાઈફલ થ્રી પૉઝિશન સ્પર્ધાની ફાઇનલમાં પહોંચનારો પ્રથમ ભારતીય શૂટર બન્યો છે. આ 28 વર્ષીય શૂટરની જીવનગાથા મોટાભાગે મહાન ભારતીય ક્રિકેટર એમએસ ધોની સાથે મળતી આવે છે. સ્વપ્નિલ મહારાષ્ટ્રના કોલ્હાપુર સ્થિત કમ્બલવાડી ગામમાંથી આવે છે અને તે 2012થી આંતરરાષ્ટ્રીય ઈવેન્ટ્સમાં ભારતનું પ્રતિનિધિત્વ કરી રહ્યો છે. હવે 12 વર્ષની લાંબી રાહ બાદ તેણે ઓલિમ્પિકમાં ડેબ્યૂ કર્યું છે.


સ્વપ્નિલ કુસાલે 2015થી મધ્ય રેલવેમાં નોકરી કરે છે. જેમ એમએસ ધોની તેના જીવનમાં ટિકિટ કલેક્ટર તરીકે કામ કરતો હતો, તેવી જ રીતે સ્વપ્નિલ પણ મધ્ય રેલવેમાં ટિકિટ કલેક્ટર તરીકે કામ કરે છે. ભારતનો આ પ્રતિભાશાળી શૂટર મહેન્દ્રસિંહ ધોનીના વ્યક્તિત્વથી ઘણો પ્રભાવિત છે. સ્વપ્નિલ કહે છે કે, તેણે એમએસ ધોનીની બાયૉપિક ઘણી વખત જોઈ છે અને દિગ્ગજ ક્રિકેટરની સિદ્ધિઓમાંથી પ્રેરણા લે છે. ધોની ક્રિકેટના મેદાન પર તેના શાંત સ્વભાવ માટે જાણીતો છે, જ્યારે શૂટિંગમાં પણ શાંત અને ધીરજવાન સ્વભાવની જરૂર પડે છે. તેથી જ સ્વપ્નિલ પોતાની જિંદગી ધોની સાથે જોડવામાં સક્ષમ છે.


એમએસ ધોનીને માને છે આદર્શ  
એમએસ ધોનીને પોતાનો આઇડલ માનતા સ્વપ્નીલે કહ્યું, "હું શૂટિંગની દુનિયામાં કોઈ ખાસ રમતવીરને અનુસરતો નથી. હું શૂટિંગની બહારની દુનિયામાં ધોનીના વ્યક્તિત્વની પ્રશંસા કરું છું. જેમ ધોની ક્રિકેટના મેદાનમાં શાંત રહે છે, તેવી જ રીતે મારી રમત પણ મને શાંત અને ધીરજવાન સ્વભાવની પણ જરૂર છે, કારણ કે તેમની જેમ હું પણ ટિકિટ કલેક્ટર તરીકે કામ કરું છું."


સ્વપ્નિલનો પરિવાર 
અમે તમને જણાવ્યું હતું કે, સ્વપ્નીલે 2012 માં તેની આંતરરાષ્ટ્રીય શૂટિંગ કારકિર્દીની શરૂઆત કરી હતી. તે કાંબલવાડી ગામમાંથી આવે છે, તેના પિતા અને ભાઈ બંને શિક્ષક છે અને તેની માતા કાંબલવાડી ગામના સરપંચ છે. યુવાનીમાં તેણે બે રમતોમાંથી એક પસંદ કરવાનું હતું, પરંતુ તેણે શૂટિંગ કરવાનું નક્કી કર્યું. પરંતુ જૂનિયર સ્તરે તેની પાસે ગોળીઓ ખરીદવાના પૈસા નહોતા. તમને જણાવી દઈએ કે સ્વપ્નિલ 2022 એશિયન ગેમ્સની 50 મીટર રાઈફલ 4 પોઝિશન સ્પર્ધામાં ગૉલ્ડ મેડલ વિજેતા હતો.