નવી દિલ્હીઃ ઓલિમ્પિકની સેમીફાઈનલ મેચમાં ભારતીય હોકી ટીમ 5-2થી હારીને બહાર થઈ ગઈ છે. આ હાર પર પીએમ મોદીએ કહ્યું કે, હારપ જીત રમતનો ભાગ છે. તેમણે એ પણ કહ્યું કે, દેશને પોતાના ખેલાડીઓ પર ગર્વ છે. જણાવે કે, ભારતીય ટીમ હવ બીજી સેમીફાઈનલ મેચમાં હારનાર ટીમ સામે બ્રોન્ઝ મેડલ માટે રમશે.
પીએમ મોદીએ લખ્યું, “હાર-જીતન જીવનનો ભાગ છે. ટોક્યો 2020માં આપણી પુરુષ હોકી ટીમે પોતાનું સર્વશ્રેષ્ઠ આપ્યું છે અને આ જ મહત્ત્વનું છે. ટીમને આગામી મેચ અને તેના ભવિષ્યના પ્રયત્નો માટે શુભકામનાઓ, ભારતને પોતાના ખેલાડીઓ પર ગર્વ છે.”
સેમી ફાઈનલમાં ભારતની બેલ્જિયમ સામે હાર થઈ છે. બેલ્જિયમે ભારતને 5-2થી હાર આપી છે. આ સાથે જ હવે ભારતીય ટીમ બ્રોન્ઝ મેડલ માટે મેચ રમશે. આગામી 5 ઓગસ્ટના રોજ ભારતીય હોકી ટીમ હવે બ્રોન્ઝ મેડલ માટે રમશે.
બીજા ક્વાર્ટરની મેચ પૂરી થયા સુધી ભારત અને બેલ્જિયમ 2-2ની બરાબરી પર હતી. ત્રીજા ક્વાર્ટમરાં બન્ને ટીમ એક પણ ગોલ કરી શકી ન હતી. જ્યારે ચોથા ક્વાર્ટરમાં બેલ્જિયમની ટીમ ભારત પર હાવી થઈ ગઈ હતી અને તેણે ત્રણ ગોલ ફટાકરીને મેચમાં 5-2થી જીત મેળવી હતી.
પીએમ મોદીએ પણ મેચ દરમિયાન શુભેચ્છા પાઠવી
મેચની શરૂઆતમાં પીએમ મોદીએ પણ ટ્વીટ કરીને જાણકારી આપી કે તેઓ ભારતની આ મેચ જોઈ રહ્યા છે. તેની સાથે જ પીએમ મોદીએ ભારતને જીત માટે શુભેચ્છા આપી છે.
પીએમ મોદીએ ટ્વીટ કરીને લખ્યું, “હું ભારત અને બેલ્જિયમની હોકી પુરુષ સેમીફાઈનલ જોઈ રહ્યો છું. અમને આપણી ટીમ અને તેની કુશળતા પર ગૌરવ છે. તેમને ખૂબ ખૂબ શુભેચ્છાઓ!”
નોંધનીય છે કે, ક્વાર્ટર ફાઇનલ મેચમાં ભારતીય ટીમે શાનદાર પ્રદર્શન કર્યું હતું. પ્રથમ ક્વાર્ટરમાં જ તેણે દિલપ્રીત સિંહના ગોલ સાથે આગેવાની લીધી હતી. આ પછી, બીજા ક્વાર્ટરમાં ગુરજંત સિંહના ગોલથી લીડ બમણી થઈ ગઈ. અડધા સમય સુધી સ્કોર ભારતની તરફેણમાં 2-0 રહ્યો હતો. ત્રીજા ક્વાર્ટરની સમાપ્તિની લગભગ એક મિનિટ પહેલા બ્રિટનને પેનલ્ટી કોર્નર મળ્યો પરંતુ તેને ગોલમાં ફેરવી શક્યો નહીં. આ ક્વાર્ટરની સમાપ્તિની થોડી ક્ષણો પહેલા, બ્રિટનને બીજો પેનલ્ટી કોર્નર મળ્યો જે તેણે સ્કોર 1-2 બનાવી દીધો.